ગુજરાતમાં 4 દિવસ અતિભારે વરસાદની આગાહી વચ્ચે ભીલોડામાં મધરાતે તૂટી પડ્યો વરસાદ...
ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. આજે અને કાલે ભારે વરસાદ અને પછીના બે દિવસ અતિભારે વરસાદની આગાહી (mosoon updates) આપવામાં આવી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે (Weather Forecast) આગાહી આપી છે. આજે અને કાલે ભારે વરસાદ અને પછીના બે દિવસ અતિભારે વરસાદની આગાહી (mosoon updates) આપવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી છે. આવતી કાલે સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. 22 ઓગસ્ટે પોરબંદર અને મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જે 23 ઓગસ્ટે તેની અસર દેખાડવાનું શરૂ કરશે. ગુજરાતના માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે.
છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત (gujarat rains) માં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે તે આ અઠવાડિયે પણ ચાલુ રહેશે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ 85 ટકા વરસાદ વરસ્યો છે. પરંતુ રાજ્યના 7 તાલુકા હજુ પણ એવા છે જ્યાં વરસાદની ઘટ છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 તાલુકા એવા છે જ્યાં અતિવૃષ્ટિ થતાં ખેતરોમાં પાણી ભરાયેલાં છે અને ખેડૂતોને ચોમાસુ સિઝનમાં નુકસાનની આશંકા છે.
ભીલોડામાં મધરાતે 3.5 ઈંચ વરસાદ તૂટી પડ્યો
અરવલ્લીના ભિલોડામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો હતો. ભિલોડા ધોલવાણી મોહનપુર સહિતના વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. 3.5 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભીલોડાના ગોવિંદનગર ખારવાફળી, ત્રિભોવનનાગર સહિતના વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ભરાતાં લોકો ઘરોની બહાર આવી ગયા હતા. તો બીજી તરફ, વીજળી પણ ડૂલ થતાં લોકોની હાલાકી પણ વધી ગઈ હતી. હાથમતી અને બુઢેલી નદીમાં ભારે વરસાદથી નવા નીર આવ્યા છે. તો ઇડર-ભીલોડા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. આ કારણે અનેક વાહનો રોડ પર અટવાયા હતા.
ખેડૂતોએ સરેરાશ 95 ટકા ખરીફ પાકનું વાવેતર કર્યું
ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 85 ટકા વરસાદ થતાં ખેડૂતો આનંદમાં છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે આ વર્ષે ખેડૂતોએ સરેરાશ 95 ટકા ખરીફ પાકનું વાવેતર પૂર્ણ કર્યું છે. સૌથી વધુ વાવેતર આ વખતે તેલીબિયાનું થયું છે. 17 ઓગસ્ટ સુધી ખરીફ પાકનું 95 ટકા વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. તેલીબિયા પાકો઼નું વાવેતર 113 ટકા થઈ ચૂક્યું છે. ગયા વર્ષ કરતાં આ વખતે તલનું વાવેતર બમણું થયું છે. ડાંગરનું વાવેતર 94 ટકા જેટલું થયું છે. ગુજરાતમાં આ વખતે ચોમાસુ બાજરીનું વાવેતર 113 ટકા જેટલું થયું છે. મકાઈનું વાવેતર સરેરાશ 92 ટકા જેટલું થયું છે.
રાજ્યમાં 89 ટકા જેટલું વાવેતર તુવેરનું થયું છે. તો મગનું વાવેતર 94 ટકા જેટલું થયું છે. કઠોળનું વાવેતર 88 ટકા જેટલું થયું છે. સોયાબીનનું વાવેતર 121 ટકા જેટલું થયું છે. ગુજરાતમાં આ સીઝનમાં કપાસનું વાવેતર 85 ટકા અને મગફળીનું વાવેતર 133 ટકા જેટલું થયું છે. આ ચોમાસામાં શાકભાજીનું વાવેતર 93 ટકા જેટલું થયું છે અને આમ કુલ મળીને 80 લાખ 64 હજાર હેક્ટરમાં રાજ્યમાં 95 ટકા જેટલી વાવણીનું કામ પૂર્ણ થયું છે.
ગળધરા મંદિરનો ધોધ પૂરબહારમાં ખીલ્યો
અમરેલીમાં ધારી ગળધરા ખોડિયાર મંદિરનો ધોધ અત્યારે પુરબહારમાં ખીલી ઉઠ્યો છે. ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલાતાં ધોધનાં મનમોહક રમણીય દ્રશ્યો સર્જાયાં છે. કુદરતી સૌંદર્ય સાથે મનમોહક દ્રશ્યો જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ધારીના ગળધરા ખોડિયાર મંદિરનો ધોધ જોવા આવી રહ્યા છે.
ગોરધન ઝડફિયાના હત્યાના ષડયંત્ર વિશે વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....
‘ટાર્ગેટ નેમ ગોરધન ઝડફિયા’ નામથી શાર્પશૂટરે કોઈને ફોટો મોકલ્યો હતો, લીધી હતી મોટી રકમની સોપારી
અમદાવાદની આ હોટલમાં રોકાયો હતો ગોરધન ઝડફિયાને મારવા આવેલો શાર્પશૂટર
ગોધરાકાંડ સમયે ગૃહમંત્રી રહેલા ગોરધન ઝડફિયાને અગાઉ પણ ધમકી મળી હતી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે