ઝી મીડિયા/બ્યૂરો :સૌરાષ્ટ્રની ધરતી આજે સવારે 7.40 મિનીટે ધ્રૂજી ઉઠી હતી. સૌરાષ્ટ્રભરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ફફડાટને માર્યે લોકો ઘરની બહાર આવી ગયા હતા. 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી સૌરાષ્ટ્રભરમાં ફફડાટ ફેલાયો છે. રાજકોડ, ગોંડલ, જસદણ, અમરેલી, જુનાગઢ, ઉપલેટા, ધોરાજી સર્વત્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજકોટથી દક્ષિણ-પશ્ચિમમાં 18 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટ તાલુકાનું ભાયાસર ગામ ખાતે નોંધાયું છે. રાજકોટથી 18 કિલોમીટર દૂર ભાયાસર ગામે કેન્દ્ર બિંદુ નોંધાયું છે. જોકે, રાજકોટમાં કોઇ જગ્યા પર નુકશાની ન થયા હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ ટ્વિટ કરીને માહિતી આપી છે.ગુજરાતમાં એકસાથે ત્રણ કુદરતી આફતો આવી પડી છે. એક તરફ કોરોના મહામારી, બીજી તરફ વરસાદ અને હવે ભૂકંપના આંચકા... આમ, લોકોને ક્યાં જવું અને ક્યાં ન જવું તે સમજાતુ નથી. 


ઉઘડતા પ્રભાતે હરિભક્તો માટે શોકમગ્ન સમાચાર, મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના પૂ.પુરુષોત્તમદાસ સ્વામીનું નિધન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ નુકસાનીના સરવેની સૂચના આપી
સૌરાષ્ટ્રમાં આવેલા ભૂકંપ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેની નોંધ લીધી છે. તેઓએ તાત્કાલિક સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાના કલેક્ટર સાથે ફોન પર વાત કરીને માહિતી મેળવી હતી. આ ઉપરાંત ભૂકંપથી થયેલા નુકસાનીનો સરવે કરવા સૂચના આપી છે. તેઓએ રાજકોટ, અમરેલી અને જુનાગઢના કલેક્ટરો સાથે વાત કરી હતી. 


વહેલી સવારે લોકો હજી ઉઠ્યા હતા ત્યારે ઘરની ઘરવખરી અચાનક ધ્રૂજી ઉઠી હતી. ત્યારે લોકો તાત્કાલિક ઘરની બહાર ભાગી છૂટ્યા હતા. ક્યાંક સવારે 7.38 તો ક્યાંક 7.40 કલાકે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. લગભગ 3 થી 4 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, કોઈ જાનહાનિના સમાચાર હજી સામે આવ્યા નથી. પરંતુ આ આંચકાથી લોકોમાં ભય ફેલાઈ ગયો છે. એક તરફ ઉપર વાદળછાયુ વાતાવરણ છે, તો નીચે પગતળે જમીન સરખી ગયાનો અનુભવ લોકોને ડરાવી દે તેવો છે. જોકે, સૌથી વધુ તીવ્રતા રાજકોટ અને ગોંડલમાં અનુભવાઈ હતી.  


ગોંડલ પંથક મા સવારે 7.40 એ ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત અમરેલી, સાવરકુંડલા, વડિયા, સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયો હતો. ઉપલેટા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ઉપલેટા શહેર તથા પાનેલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો ૨ - ૩ સેકન્ડ નો આંચકો અનુભવાયો છે. ધોરાજી શહેર તથા ગ્રામ્ય પંથકના પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર