ઝી બ્યુરો/વડોદરા: વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં બળવાખોરોનો વિજય થતાં ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. જી હા...ભાજપના બળવાખોર ઉમેદવાર પ્રવિણભાઈ મણીભાઈ પટેલ જીતી ગયા છે. ભાજપે પ્રવિણભાઈ મણીભાઈ પટેલને પડતા મૂકીને મુકેશભાઈ જશવંતભાઈ પટેલને મેન્ડેડ આપ્યો હતો. પરંતુ આ ચૂંટણીમાં ભાજપે મેન્ડેડ આપેલા ઉમેદવારોનો કારમો પરાજય થયો છે. 16 મત સાથે બળવાખોરો જીતી ગયા છે. જ્યારે અતુલ પટેલ બિનહરીફ જાહેર થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં હજું નવરાત્રીમાં ક્યાં પડશે વરસાદ; કયા વિસ્તારોમાં થશે બંધ? જાણો આગાહી


વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર થઈ ગયું છે. વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં બળવાખોરોનો વિજય થયો છે. જ્યારે ભાજપે મેન્ડેડ આપેલા ઉમેદવારોનો કારમો પરાજય થતાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. 16 વિરૂદ્ધ 6 મતથી બળવાખોરોનો વિજય થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રમુખ માટે ભાજપે મેન્ડેડ આપેલા મુકેશભાઈ જશવંતભાઈ પટેલનો પ્રવીણભાઈ મણીભાઈ પટેલ સામે પરાજય થયો છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપે ચંદ્રકાંભાઈ પરસોત્તમભાઈ પટેલને મેન્ડેડ આપ્યો હતો, જેમનો કૌશિકભાઈ મનહરભાઈ પટેલ સામે પરાજય થયો છે.


હવે ઘર ભાડે આપવું મુશ્કેલ બની જશે? સરકારે ભાડાની આવકના નિયમોમાં કર્યો ફેરફાર


રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિ તરીકે અતુલ પટેલ બિનહરીફ જાહેર થયા છે. ભાજપે મેન્ડેડ આપેલા ઉમેદવારોનો કારમો પરાજય થતાં ભાજપમાં ચિંતા વધી ગઈ છે. ચૂંટણી જાહેર થઈ ત્યારથી મંડળીઓના મતદારો મૂકવામાં વિવાદ થયો હતો.  


Bigg Boss 18: દયા ભાભીએ રૂપિયાને મારી લાત, દીપિકાથી 4 ગણી ફી ઓફર છતાં પાડી દીધી ના