વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં, 3 PIની બદલી, SITની તપાસનો ધમધમાટ શરૂ
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશ્નર એક્શન મોડમાં આવીને પોલીસ કમિશ્નર દ્વારા શહેરના 3 પોલીસ સ્ટેશનના PIની બદલીનો આદેશ કર્યો છે.
ઝી બ્યુરો/વડોદરા: વડોદરા શોભાયાત્રા પથ્થરમારોનો પડઘા સમગ્ર ગુજરાત સહિત દેશમાં પડ્યા છે. વડોદરામાં રામનવમીની શોભાયાત્રાની ઘટના બાદ ગત રોજ (શુક્રવાર) SIT ની રચના કરવામાં આવી હતી. ત્યારે આજે સાંજના સુમારે એકાએક PIની બદલીનાં ઓર્ડર કરતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ગુજરાતીઓ ફરી સાવધાન રહેજો! બકરું કાઢતા ઉંટ ના પેસે, જાણો આજે શું છે કોરોનાની સ્થિતિ?
3 PIની બદલી
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશ્નર એક્શન મોડમાં આવીને પોલીસ કમિશ્નર દ્વારા શહેરના 3 પોલીસ સ્ટેશનના PIની બદલીનો આદેશ કર્યો છે. સીટી પોલીસ મથકના પીઆઈ એસ.એમ.સગરની ટ્રાફિક વિભાગમાં બદલી કરાઈ છે. જ્યારે ગોરવાના પીઆઈ એચ.એમ. ધાંધલની સીટી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. તેમજ ટ્રાફિક પીઆઈ જે.એમ.મકવાણાને ગોરવા પોલીસ સ્ટેશનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
નડાબેટ બોર્ડરનો વિકાસ જોઈ ગેનીબેન થયાં અભિભૂત, કાર્યક્રમમાં આપી દીધું મોટું નિવેદન
SITની રચના
વડોદરાની શોભાયાત્રામાં થયેલ પથ્થરમારા મામલે SIT ની રચના કરવામાં આવી છે. વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંહ દ્વારા DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે SITની રચના કરવામાં આવી છે. આ SIT ની ટીમમાં ACP ક્રાઇમ,ACP G ડિવિઝન અને ક્રાઇમ બ્રાંચના PIનો સમાવેશ તેમજ વડોદરા સિટી પોલીસ સ્ટેશનના PIનો સમાવેશ કરાયો.
આફ્રિકામાં ભરૂચના કાવી ગામનો યુવાન લૂંટાયો:દુકાન ખોલતાની સાથે 5 લૂંટારૂઓએ ચલાવી લૂંટ
કોર્ટે 5 આરોપીઓનાં રિમાન્ડ મંજૂર કર્યા
શોભાયાત્રામાં પથ્થરમારો કરનાં 23 આરોપીઓને પોલીસે કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે કોર્ટે 23 આરોપીઓ પૈકી 5 આરોપીઓનાં 2 એપ્રિલ રવિવાર સુધીનાં સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી બાજુ, વડોદરામાં રામનવમીના દિવસે થયેલા પથ્થરમારામાં કોર્ટે 18 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે 18 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. પોલીસે કુલ 23 આરોપીઓની ધરપકડ કરી હતી. હવે વધુ સુનાવણી સોમવારે હાથ ધરાશે.