પસ્તી,વાંસ અને લાકડાથી બનાવેલી નૃત્ય કરતી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા
આગામી થોડા દિવસોમાં જ શરૂ થનાર ગણેશ મહોત્સવને લઈને ભક્તોમાં અત્યારથી જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મહોત્સવનું ગોધરા શહેરમાં પણ અનોખું મહત્વ રહેલું છે. હાલમાં પીઓપીની વિશાળ કદની ગણેશ પ્રતિમાઓનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્રમોદીના સ્વછતા અભિયાનથી પ્રેરણા મેળવી ગોધરાના જ એક મૂર્તિકાર છેલ્લા 5 વર્ષ કરતા પણ વધુ સમયથી વિશાળ કદ કાઠીની અને નૃત્ય કરતી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ બનાવી સમાજ ને સારો સંદેશ આપી રહ્યા છે.
જયેન્દ્ર ભોઇ/ગોધરા: આગામી થોડા દિવસોમાં જ શરૂ થનાર ગણેશ મહોત્સવને લઈને ભક્તોમાં અત્યારથી જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મહોત્સવનું ગોધરા શહેરમાં પણ અનોખું મહત્વ રહેલું છે. હાલમાં પીઓપીની વિશાળ કદની ગણેશ પ્રતિમાઓનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્રમોદીના સ્વછતા અભિયાનથી પ્રેરણા મેળવી ગોધરાના જ એક મૂર્તિકાર છેલ્લા 5 વર્ષ કરતા પણ વધુ સમયથી વિશાળ કદ કાઠીની અને નૃત્ય કરતી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ બનાવી સમાજ ને સારો સંદેશ આપી રહ્યા છે.
દેશભરમાં ગણેશ મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ગોધરા શહેરમાં પણ 150 ઉપરાંત ગણેશ મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થવાની છે. જેમાં નાના કદથી લઈને 22 ફૂટ સુધીની લંબાઈની પીઓપીની પ્રતિમાઓની સ્થાપના થવાની છે. ત્યારે આ ગણેશ મહોત્સવમાં સ્થાપના કરવામાં આવતી પીઓપીની ગણેશજીની પ્રતિમાઓને લઈને પર્યાવરણને થતા નુકશાનને લઈને સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે તો બીજી તરફ ભક્તો દ્વારા પણ અવનવા પ્રયોગો કરે છે .ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વછતા અભિયાનમાં ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓની સ્થાપના કરવા માટે પ્રધાનમંત્રી દ્વારા હાકલ કરવામાં આવી હતી અને આજ વાતની પ્રેરણા લઈને ગોધરાના કિરણ ચાંપાનેરિયા નામના મૂર્તિકાર અનોખી ગણેશ પ્રતિમાઓનું નિર્માણ છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા છે.
કોરીકટ સરસ્વતી નદીમાં નવા નીર આવતા ખેડૂતોએ હરખાયા, પૂજા કરીને વધામણા કર્યાં
કિરણ ચાંપાનેરિયા દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓ અલગ અલગ થીમ અને કદ કાઠી પર આધારિત હોય છે. આ મૂર્તિકાર કાગળની રદ્દી પસ્તી,વાંસ અને લાકડુ તથા રૂ જેવા કુદરતી રીતે ઉપલબ્ધ થતા સંસાધનો માંથી વિશાળ કદની પ્રતિમાઓનું નિર્માણ કરે છે. દ્વારા ગણેશજીની 6 ફૂટ જેટલી લંબાઈ ધરાવતી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી છે. હાલના ગણેશ મહોત્સવ માટે કિરણ ચાંપાનેરિયા દ્વારા અલગ અલગ પ્રકારની ચાર મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી પહેલી કાગળ અને લાકડાનો ઉપયોગ કરીને અંદાજિત 8 ફૂટની ગણેશ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગીર-સોમનાથ : જન્માષ્ટમીએ મિત્રો સાથે જમજીર ધોધ ફરવા ગયેલા યુવકને મળ્યુ મોત
જેની વિશેષતા એ છે કે તે શ્રીનાથજી ભગવાનના સ્વરૂપમાં નૃત્ય કરતી ગણેશ પ્રતિમા છે. જે હાલ નિર્માણાધીન છે,જયારે બીજી એક 6 ફૂટની ગણેશ પ્રતિમાનું નિર્માણ કિરણભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. જેને ફાઇનલ ટચ આપી વસ્ત્રો પણ પહેરાવી દેતા દૂરથી જોનારને અસલ મૂર્તિ હોવાનો જ ભાસ થાય એટલી અદભુત કારીગરી કિરણભાઈ દ્વારા આ મૂર્તિ પર કરવા માં આવી છે. જયારે ત્રીજી ગણેશ પ્રતિમા અનોખી રીત અને વસ્તુઓમાંથી બનાવવામાં આવી છે. આ ગણેશ પ્રતિમાવાસના અલગ અલગ સાધનો જેવા કે સૂપડા,સુપડી,ટોપલા,સાદડી જેવી વસ્તુઓ ભેગી કરી વિશાળ કદની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. કિરણભાઈ દ્વારા નિર્માણ કરવામાં આવેલ આ વિશાળ ગણેશ પ્રતિમા માત્ર વાંસની વસ્તુઓની ઉપયોગ કરીને જ બનાવવામાં આવી છે.
અરુણ જેટલીએ દત્તક લીધેલું ગુજરાતનું આ ગામડુ આજે સૂનુ સૂનુ બન્યું, લોકોએ શોકમાં ધંધો-રોજગાર બંધ રાખ્યો
ગોધરાના મૂર્તિકાર કિરણ ચાંપાનેરિયા દ્વારા બનાવવામાં આવેલ તમામ ગણેશ પ્રતિમાઓની ખાસિયત એ છે કે, આ તમામ પ્રતિમાઓ ઇકોફ્રેન્ડલી છે અને પાણીમાં વિસર્જિત થતા ઓગળી જાય છે. જેથી જળચર જીવોને નુકશાન ન થાય અને વિસર્જનનું સ્થળ સ્વચ્છ રહે છે. આ તમામ પ્રતિમાઓ એક જ વ્યક્તિ હાથથી ખસેડી શકે તેટલી હલ્કી હોવાથી પ્રતિમાઓને સરળતાથી શોભાયાત્રામાં લઈ જય શકાય છે. અને સરકાર શ્રીના મૂર્તિની ઊંચાઈ 9 ફૂટથી વધુ નહિ રાખવાના આદેશનું પણ કિરણભાઈ દ્વારા પાલન કરવામાં આવ્યું છે. ટૂંકમાં તમામ રીતે સુગમ અને સરળ એવી ગણેશ પ્રતિમાઓનું નિર્માણ કિરણભાઈ દ્વારા કરવાના આવે છે. વધુમાં કિરણ ચાંપાનેરિયા મૂર્તિઓ બનાવવા શિવાય ચિત્રકાર પણ છે. અનેક રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર પ્રદર્શનીમાં પોતાના ચિત્રોનું પ્રદર્શન કરી ચુક્યા છે. તેમાં તેમને પારિતોષિકથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે.
જુઓ LIVE TV :