અરુણ જેટલીએ દત્તક લીધેલું ગુજરાતનું આ ગામડુ આજે સૂનુ સૂનુ બન્યું, લોકોએ શોકમાં ધંધો-રોજગાર બંધ રાખ્યો

ભારતના પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા એવા અરુણ જેટલીનું નિધન થયું છે. ત્યારે આદર્શ ગામ હેઠળ તેમણે દત્તક લીધેલા વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલ કરનાળી ગામમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું છે. આ ગામના વિકાસમાં તેમણે કોઈ કચાશ બાકી નથી રાખી. પરંતુ બીજી બાજુ તેઓએ કરોડો રૂપિયાના ખર્ચે ગામમાં બનાવેલ સ્પોર્ટસ સ્ટેડિયમ આજે પણ તેઓના ઉદ્ઘાટનની વાટ જોઈ રહ્યું છે.

Updated By: Aug 25, 2019, 10:49 AM IST
અરુણ જેટલીએ દત્તક લીધેલું ગુજરાતનું આ ગામડુ આજે સૂનુ સૂનુ બન્યું, લોકોએ શોકમાં ધંધો-રોજગાર બંધ રાખ્યો

ચિરાગ જોશી/ડભોઈ :ભારતના પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા એવા અરુણ જેટલીનું નિધન થયું છે. ત્યારે આદર્શ ગામ હેઠળ તેમણે દત્તક લીધેલા વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલ કરનાળી ગામમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું છે. આ ગામના વિકાસમાં તેમણે કોઈ કચાશ બાકી નથી રાખી. પરંતુ બીજી બાજુ તેઓએ કરોડો રૂપિયાના ખર્ચે ગામમાં બનાવેલ સ્પોર્ટસ સ્ટેડિયમ આજે પણ તેઓના ઉદ્ઘાટનની વાટ જોઈ રહ્યું છે.

Video : મહિલાની મૂર્ખામીને કારણે બે માસના બાળકનો જીવ ગયો હોત, RPF કોન્સ્ટેબલ ભગવાન બનીને આવ્યો

સમગ્ર ભારતભરમાં અરુણ જેટલીના નિધનને લઈને લોકોમાં શોકની લાગણીમાં ફેરવાઈ ગયું છે. સાંસદ આદર્શ ગામ હેઠળ અરુણ જેટલીએ કરનાળી ગામને દત્તક લેવામાં આવ્યું હતું. 2014માં અરુણ જેટલીએ આ ગામને દત્તક લેવામાં આવ્યું હતું. ત્યારથી જ વિકાસની હરણફાળ આ ગામમાં જોવા મળી હતી. કોઈ ગામમાં અદ્યતન સ્પોર્ટ્સ સ્ટેડિયમ બન્યું હોય તેવું આ ગામમાં અરુણ જેટલીના પ્રયાસોથી શક્ય બન્યું હતું. ગાયકવાડી શાસન દરમિયાન બનાવેલો સોમનાથ ઘાટનું પણ રિ-ડેવલપમેન્ટ તેમના પ્રયાસોથી કરાયું હતું. કરોડો રૂપિયાના ખર્ચે યાત્રાધામ ચાંદોદ અને કરનાળી વચ્ચે નર્મદા નદીની વચ્ચોવચ બંને તીર્થક્ષેત્રોને જોડતો આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જેનાથી બંને તીર્થ ક્ષેત્રોને 50 થી
60 કિલોમીટરનું અંતર માત્ર સાત કિલોમીટરમાં કાપી શકાય છે. 

જન્માષ્ટમીએ માંડવીના દરિયામાં ન્હાવા પડેલા 20 યુવાનો ડૂબ્યા, સ્થાનિક વેપારીઓએ રેસ્ક્યૂમાં કરી મોટી મદદ

કરનાળી ખાતે દર અમાસે કુબેર ભંડારી મંદિર ખાતે લાખો સંખ્યામાં ભક્તો આવી પહોંચે છે, તેઓ પણ આ ગામને જોઈને આશ્ચર્યચકિત પામે છે. પૂર્વ નાણામંત્રીને કારણે આ ગામમાં રોજગારીની તકો પણ ઉભી થઈ છે. ગામની ગૃહિણીઓ દ્વારા એક નાનકડો ગૃહ ઉદ્યોગ પણ શરૂ કરાયો છે. જેનાથી અનેક મહિલાઓનું ગુજરાન ચાલે છે. જેથી ગામની મહિલાઓ અરુણ જેટલીનો આજે પણ આભાર માને છે. અરુણ જેટલી દ્વારા ગામમાં શિક્ષણ પ્રત્યે પણ એટલુ જ યોગદાન આપવામાં આવ્યું હતું. અદ્યતન ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓ આજે પણ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તો કરનાળી ગામમાં પાણીની સમસ્યા દૂર કરવા ચાર-ચાર મોટી પાણીની ટાંકીઓ બનાવાઈ છે. આ ગામ સોલર સિસ્ટમથી પણ સજ્જ છે. આ
ગામવાસીઓએ એક યુગપુરુષ ગણાતા અરુણ જેટલીને ગુમાવી દીધા છે.

રાજ્યમાં વરસાદનાં વિરામ બાદ પાંચ દિવસ વરસાદની આગાહી, અનેક જિલ્લાઓ ફરી ભીંજાશે

અરુણ જેટલી દ્વારા આદર્શ ગામ હેઠળ વડોદરાના ડભોઇ તાલુકાના કરનાળી ગામને આદર્શ ગામ દત્તક લીધા બાદ તેની શકલ અને સુરત બદલી નાંખી છે. તેમના નિધન બાદ સ્થાનિકોએ તેમને શ્રદ્ધાંજલી આપીને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. ગામલોકોએ સાથે મળીને તેમની દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી. તેમજ ગ્રામજનો દ્વારા આજે પોતાનો ધંધો-રોજગાર બંધ રાખી અરુણ જેટલીને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :