ગીર-સોમનાથ : જન્માષ્ટમીએ મિત્રો સાથે જમજીર ધોધ ફરવા ગયેલા યુવકને મળ્યુ મોત

ગીર-સોમનાથના પ્રખ્યાત એવા જમજીર ધોધ પાસે જન્માષ્ટમીની સાથે દુખદ ઘટના બની હતી. ધોધ પાસે ડૂબી જવાથી સૂત્રાપાડાના યુવકનું મોત નિપજ્યું છે.

Updated By: Aug 25, 2019, 12:30 PM IST
ગીર-સોમનાથ : જન્માષ્ટમીએ મિત્રો સાથે જમજીર ધોધ ફરવા ગયેલા યુવકને મળ્યુ મોત

હેમલ ભટ્ટ/ગીર-સોમનાથ :ગીર-સોમનાથના પ્રખ્યાત એવા જમજીર ધોધ પાસે જન્માષ્ટમીની સાથે દુખદ ઘટના બની હતી. ધોધ પાસે ડૂબી જવાથી સૂત્રાપાડાના યુવકનું મોત નિપજ્યું છે.

જન્માષ્ટમીનો તહેવાર હોવાથી જામવાળા ગીરના પ્રખ્યાત જમજીર ધોધ પાસે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ત્યારે આ ધોધમાં સુત્રાપાડાના વાવડી ગામનો ભૂપેન્દ્ર વાળા નામનો યુવક ડૂબી ગયો હતો. પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. જન્માષ્ટમીની રજા હોવાથી તે મિત્રો સાથે જમજીર ધોધ ફરવા આવ્યો હતો. 

અરુણ જેટલીએ દત્તક લીધેલું ગુજરાતનું આ ગામડુ આજે સૂનુ સૂનુ બન્યું, લોકોએ શોકમાં ધંધો-રોજગાર બંધ રાખ્યો

મોત પહેલા ભૂપેન્દ્ર વાળા તેના મિત્રો સાથે મસ્તીમાં મશગૂલ હતો. તેણે મોતની થોડી મિનિટો પહેલા અનેક સેલ્ફી લીધી હતી. ત્યારે તેના મોબાઈલમાંથી તેની આ અંતિમ સેલ્ફી પણ મળી આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં વરસાદને કારણે નવા નીર આવતા ગીરગઢડાનો જમજીરનો ધોધ નવસર્જન થયો છે, ત્યારે આ ખુશનુમા વાતાવરણમાં વહેતા ધોધનો નજારો જોવા લોકો તેમજ સેહલાણીઓ રોજેરોજ ઉમટી રહ્યાં છે. લીલી હરિયાળી જાણે વરસાદી મહોલ વચ્ચે ગીર જંગલે લીલી ચાદર ઓઢી હોય તેવુ લાગી રહ્યુ છે. ચોમાસાની સીઝન દરમિયાન લોકો તેમજ પર્યટકોને જમજીરના ધોધ પાસે જવાની મનાઈ તંત્ર દ્વારા કરવામાં આવી છે. તે છતાં પણ લોકો ધોધની નજીક જઈ જોખમી સેલ્ફી લેતા હોય છે. આવામાં અનેક ઘટનાઓ બનતી હોય છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :