BAOU માં ચાલતા ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્ષ મામલે વિવાદ બાદ સ્પષ્ટતા
અતુલ તિવારી, અમદાવાદઃ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચાલતા ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્ષ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. BAOU નાં ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ભાવિન ત્રિવેદીએ કહ્યું કે BAOU ને ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્ષની માન્યતા નથી એ વાત પાયાવિહોણી છે. સમગ્ર મામલે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ભાવિન ત્રિવેદીએ જણાવ્યું છેકે, સર્ટીફીકેટ અને ડિપ્લોમા કોર્ષ માટે UGC ની કોઈ માન્યતા મેળવવાની રહેતી નથી. ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્ષ એ કોઈ પેરામેડિકલ કોર્ષ નથી. BAOU માં કરાવાયેલો ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્ષ એ માન્ય છે. 2018 થી શરૂ થયેલા કોર્ષ અંગે વિદ્યાર્થીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી
જે પણ વિદ્યાર્થીઓએ BAOU ને ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્ષ કર્યો છે અને જ્યાં પણ એ મુજબ નોકરી મળતી હશે, એના માટે વિદ્યાર્થીઓ લાયક ગણાશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા BAOU ને પત્ર લખી ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્ષની માન્યતા અંગે બે સવાલ કર્યા હતા. બે દિવસમાં જવાબ માગવામાં આવ્યો હતો, 4 ફેબ્રુઆરીએ અમે પસંદગી મંડળને તમામ જવાબ મોકલી આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યા બહાર પાડવામાં આવતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્ષની માન્યતા પર ઊભા થયા હતા સવાલ. વિદ્યાર્થીઓએ નોકરી માટે ફોર્મ ભર્યા બાદ પસંદગી મંડળે કરેલા સવાલોથી વિવાદ સર્જાયો હતો. BAOU નાં ઇન્ચાર્જ રજિસ્ટ્રારે કહ્યું કે અમે પસંદગી મંડળને લેખિતમાં કહ્યું છે કે, જુલાઈ 2020 થી ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવ્યો હતો.
કોઈપણ મેડિકલ, પેરા મેડિકલ કોર્સ શરૂ કરતાં અગાઉ રાજ્ય સરકારને લાગુ પડતા વહીવટી વિભાગની મંજૂરી લેવાની રહેતી નથી. ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ એ મેડિકલ, પેરા મેડિકલ કોર્સ તરીકે શરૂ નહોતો કરાયો જેથી કોઈ વિભાગીય મંજૂરી લેવાનો પ્રશ્ન રહેતો ન હતો. કોર્સમાં ભણાવતા વિષયો માત્ર પરથી તે કોષ મેડિકલ કે પેરામેડિકલ હોય તેવું ન કહી શકાય.
ડિપ્લોમા ઇન હેલ્પ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સમાં ડિપ્લોમા પાસ કરેલ હોય તે મલ્ટી પર્પઝ વર્કર વર્ગ ત્રણની જગ્યા માટે લાયક ગણવામાં આવે છે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના કોર્સ મુજબ બીજા સેમેસ્ટરમાં ઇન્ટરનશીપ પ્રોજેક્ટ આપવાનો હોય છે. યુનિવર્સિટી વિદ્યાર્થીઓને કોઈ હેન્ડ્સઓન ટ્રેનીંગ આપતી નથી અથવા કોઈ એવો આગ્રહ પણ રાખતી નથી. અમારા જવાબથી પસંદગી મંડળ સંતુષ્ટ પણ થયું છે, 103 BAOU નાં વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હોવાનું પસંદગી મંડળે જણાવ્યું છે.