Gujarat Education : ગુજરાતમાં સરકાર શિક્ષણ માટે માત્ર મસમોટી વાતો કરે છે. ભાજપ સરકારને માત્ર પ્રસિદ્ધિમાં રસ હોય તેમ જે પાયાની જરૂરિયાત છે એ શિક્ષણ પાછળ માત્ર 12.7 ટકા રકમની ફાળવણી કરે છે. જ્યારે કેજરીવાલના દિલ્હીમાં બજેટનો પાંચમો હિસ્સો શિક્ષણ માટે ખર્ચાય છે. ગુજરાતની ચૂંટણી સમયે એકબીજાની પોલ ખોલ અભિયાનમાં સિસોદીયા ગુજરાત આવ્યા હતા તો ગુજરાતના નેતાઓ દિલ્હીની શાળાઓ જોવા માટે દિલ્હી સુધી પહોંચ્યા છે. સૌથી વધારે શિક્ષણની બુમરાણ ચૂંટણી સમયે થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવાય છે ને બડી બડી બાતે ઔર વડાપાઉં ખાતે.... આમ ગુજરાતની સરકાર મસમોટી વાતો કરે છે પણ બજેટની ફાળવણીમાં પાછળ રહે છે. આ વર્ષના બજેટમાં તોતિંગ વધારો થયો છે પણ અન્ય રાજ્યોની તુલનામાં આ ઓછો છે. રાજ્ય સરકારના કુલ બજેટમાંથી શિક્ષણ સેવાઓ પાછળ ફાળવાતા બુજેટનો હિસ્સો જોઇએ તો દેશના 31 રાજ્યો અને તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો પૈકી ગુજરાતનો ક્રમ છેક વીસમો છે. તેની સાપેક્ષે દિલ્હી ટોચ પર છે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કુલ બજેટ પૈકી શિક્ષણ પાછળ થતા ખર્ચની સરેરાશ ટકાવારી 13.6 ટકા છે અને આ જોતાં ગુજરાત સરેરાશ કરતાં પણ ઓછો ખર્ચ કરે છે.


આ છે ગુજરાતનું સૌથી શ્રેષ્ઠ અને આદર્શ ગામ, જ્યાં એક રસોડે જમે છે આખા ગામના લોકો


ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા પણ વધી રહી છે. સરકાર ના સારી નોકરી આપી રહી છે ના બાળકોને સારું એજ્યુકેશન પુરૂ પાડી રહી છે. રાજ્યમાં ખાનગી સંસ્થાઓનો એટલો દબદબો છે કે સરકારનો પનો ટૂંકો પડતો હોય એમ નિર્ણયો લેવાઈ રહ્યાં છે. વર્ષ 2022-23ના અંદાજપત્રના આંકડાઓ ચકાસીએ તો ગુજરાત પોતાના કુલ બજેટનો માત્ર 12.7 ટકા હિસ્સો શિક્ષણ માટે વાપરે છે. તેની સામે દિલ્હી 20.5 ટકા એટલે કે કુલ બજેટનો પાંચમો ભાગ શિક્ષણ અને સેવાઓ પાછળ ખર્ચ છે. ગુજરાતની વર્ષ 2023-24ના અંદાજ પ્રમાણે જીડીપી આવક 20,63 લાખ કરોડ આંકવામાં આવી છે, તેની સામે ગુજરાત સરકાર શિક્ષણ પાછળ નવા નાણાંકીય વર્ષમાં 36,435 કરોડ રૂપિયા ખર્ચ કરશે. જે જીડીપીનાં 1.42 ટકા છે. આ સાથે માધ્યમિક શિક્ષણમાં સૌથી વધુ ડોપ આઉટ પરાવતા રાજ્યમાં ગુજરાત પાંચમાં નંબરે છે. આ સાથે ટોપ 4માં ઓડિશા, બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ છે.


જોવા જેવો Video, માત્ર 7 સેકન્ડમાં તોડી પડાયો સુરતની ઓળખસમો હાઈરાઈઝ કુલિંગ ટાવર


રાજ્યવાર શિક્ષણ પાછળ બજેટનું પ્રમાણ ખર્ચ


રાજ્ય    ખર્ચ
દિલ્હી    20.5 ટકા
આસામ    19.6 ટકા
છત્તીસગઢ    17.8 ટકા
હિમાચલ પ્રદેશ    17.6 ટકા
ગુજરાત    12.7 ટકા


ગુજરાતના આ હાઈવેથી જતા હોવ તો રસ્તો બદલી દેજો, બે કલાકથી છે ટ્રાફિક જામ