જોવા જેવો Video, માત્ર 7 સેકન્ડમાં તોડી પડાયો સુરતની ઓળખસમો હાઈરાઈઝ કુલિંગ ટાવર

Surat Video : સુરતમાં 7 સેકન્ડમાં કુલિંગ ટાવર ધરાશાયી થયો....ઉતરાણનો કુલિંગ ટાવર વિસ્ફોટ કરીને તોડી પડાયો... 250 કિલો ડાયનામાઈટની મદદથી કૂલિંગ ટાવર તોડી પડાયો....
 

જોવા જેવો Video, માત્ર 7 સેકન્ડમાં તોડી પડાયો સુરતની ઓળખસમો હાઈરાઈઝ કુલિંગ ટાવર

Surat News : સુરતના ઉતરાણ ખાતે આવેલા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ગેસ આધારિત પાવર સ્ટેશનના 85 મીટર ઊંચા કૂલિંગ ટાવરને આજે કંટ્રોલ બ્લાસ્ટથી ધરાશાયી કરી દેવાયો છે. 1993ની સાલમાં આર.સી.સીના બનેલા 85 મીટર ઊંચા અને 70 મીટર પહોળા કૂલિંગ ટાવરમાં 250 કિલો ડાયનામાઈટથી કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેક્નિકનો ઉપયોગ કરીને બ્લાસ્ટ કરાયો. આજે સવારે 11 વાગ્યે આ બ્લાસ્ટ કરાયો હતો. જે માત્ર 7 સેકન્ડમાં જ 85 મીટર ઊંચા ટાવર જમીનદોસ્ત કરાયો હતો. 

સુરતાન ઉતરાણમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન દ્વારા 1993માં 85 મીટર ઊંચું કૂલિંગ ટાવર બનાવવામાં આવ્યું હતું. આ ટાવર 2017માં ઇકોટેક્નોમિકને કારણે ભંગાર જાહેર કરવામાં આવ્યું હતું.. ટાવરને સ્ક્રેપ જાહેર કરાતા તેનું ડિમોલિશન કરી દેવા નિર્ણય લેવાયો હતો.. ઉતરાણ પાવર હાઉસની આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી ટાવરને ડાયનામાઈટની મદદથી કંટ્રોલ બ્લાસ્ટ કરી ડીમોલિશન કરવા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં 250 કિલો ડાયટનામાઈટની મદદથી 85 મીટર ઊંચા અને 70 મીટર પહોળા ટાવરને જમીનદોસ્ત કરવા માટે છેલ્લા 10 દિવસથી કામગીરી કરીને તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ હતી. 

સુરતમાં 85 મીટરનો કુલિંગ ટાવર ધ્વસ્ત કરાયા હતા. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ગેસ બેઝ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરનું ડિમોલિશન હાથ ધરાયું હતં. ગણતરીની સેકન્ડોમાં જ આ ટાવર ધ્વસ્ત થઈ ગયા હતા. 
ટાવરને ધ્વસ્ત કરવા માટે ૨૦૦ કિલોથી વધુ એક્સપ્લોઝિવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

આ પાવર સ્ટેશનનો પ્લાન્ટ 1993માં કાર્યરત થયો હતો. પ્લાન્ટમાં 135 મેગા વોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ર્ષ 2017 માં રાષ્ટ્રીય સ્તરે ચર્ચા કરીને આ પ્લાન્ટને ડિમોલિશ કરવાની પરવાનગી લેવામાં આવી હતી. સપ્ટેમ્બર 2021 માં આ પ્લાન્ટના ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ હતી. સર્વ પ્રથમ આ પ્લાન્ટમાંથી બોઇલરને દૂર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વીજળી ઉત્પન્ન કરતા ટર્બાઇનને પણ દૂર કરવાની કામગીરી કરી દેવામાં આવી હતી. તેના બાદ પ્લાન્ટનાં કુલીંગ ટાવરને ધ્વસ્ત કરવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી. 

કેવી રીતે તોડી પડાયું ટાવર
એક્સપ્લોઝિવને ડ્રિલ કરીને કુલિંગ ટાવરના પાયાના ભાગમાં ભરવામાં આવ્યો હતો.
એક્સપ્લોઝિવ ભર્યા બાદ પ્રથમ એના ઉપર મેટલની જાળી લગાવાઈ
ત્યારબાદ કપડાંથી એને ઢાંકવામાં આવશે અને થોડે દૂર પતરા લગાવીને બેરીકેટિંગ કરવામાં આવ્યું
લોકોને બ્લાસ્ટના સમયે બહાર ન નીકળવા માટે સૂચના

કુલિંગ ટાવરને તોડવાના સમયે 300 મીટરના વિસ્તારમાં કોઈને પણ ન જવા માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા. કર્મચારીઓ પણ ખડે પગે તૈયાર હતા, જેના બાદ તોડી પાડવાની કામગીરી કરાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news