ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી પર ક્યારે થશે? આ સવાલનો જવાબ ઝી 24 કલાકને મળી ગયો છે. ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોનીને આપેલા EXCLUSIVE ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે- ગુજરાતમાં દર વર્ષે 15 જૂનની આજુબાજુ શિક્ષકોની કાયમી ભરતી થશે. શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે આ ખૂબ જ મોટા સમાચાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી નોકરીની લાયમાં આ રીતે તમે પણ બની શકો છો ભોગ, વલસાડના 6 યુવકો 28 લાખમાં નાહ્યા


સુરતમાં બનશે દુબઈ જેવું માર્કેટ! 1 કરોડ લોકોને પહોંચશે શાકભાજી, પાર્ક થશે 300 ટ્રકો


જ્ઞાન સહાયક માટે 25 હજાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી દીધાં છે અને જ્ઞાન સહાયકની મેરિટ યાદી પણ દરેક જિલ્લામાં મોકલી દેવાઈ છે. આ ભરતીનો વિરોધ એવા લોકો કરી રહ્યા છે જેમણે ટેટ-ટાટ પાસ નથી કર્યું. કરાર આધારિત જ્ઞાન સહાયની ભરતી સામે થતા વિરોધ વચ્ચે શિક્ષણમંત્રીનો જવાબ શું છે જુઓ ઝી 24 કલાક પર શિક્ષણમંત્રીનો એક્સક્લુઝીવ ઈન્ટરવ્યૂ.


અંબાલાલ કરતા ખતરનાક છે પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમા શિયાળાને લઈ કર્યો ભયાનક વરતાર


શિક્ષકોની કરાર આધારિત ભરતી મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની સાથે એક્સક્લુઝીવ વાતચીત કરી છે. શિક્ષણમંત્રીએ ઝી 24 કલાક સાથેની એક્સક્લુઝીવ વાતચીતમાં અનેક મુદ્દે ખુલીને જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે જ્ઞાન સહાયકની ભરતી એ હંગામી છે. આ સિવાય પણ કાયમી ભરતી થવાની છે અને કાયમી ભરતી થઈ પણ રહી છે પરંતુ કેટલાક લોકો જે શિક્ષકોની ભરતી માટે પણ લાયક નથી તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છે. આંકડા સાથે તેમણે કહ્યું કે રાજ્ય સરકારે 2600 શિક્ષકોની કાયમી ભરતીના 14 સપ્ટેમ્બરે જ ઓર્ડર આપ્યા છે. આ સિવાય માધ્યમિક શાળાઓમાં 1560 આચાર્યોની કાયમી ભરતી પણ સરકારે કરી છે.


પાણીમાં 36 કલાક મોત સામે ઝઝૂમેલા 14 વર્ષના લખનને પાટિલે એવી તે શું સલાહ આપી, જે બની


શિક્ષકો અને ઓરડાઓની ઘટ?
ગુજરાતની સરકારી શાળાઓમાં ઓરડાઓની ઘટ શા માટે પૂરી થતી નથી? આ સવાલનો જવાબ ઝી 24 કલાકે શિક્ષણમંત્રી પાસેથી માગ્યો છે. શિક્ષણમંત્રીએ ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની સાથે શિક્ષણના સળગતા મુદ્દાઓ પર એક્સક્લુઝીવ વાતચીત કરી છે. 


લક્ષ્મીજી સંબંધિત આ ઉપાય કરવાથી રાતોરાત ભાગ્ય મારશે પલટી, અચાનક થશે ધનલાભ


શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે આ મુદ્દે એક્સક્લુઝીવ જવાબ આપતાં કહ્યું કે, ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ સહિત 53 હજાર સરકારી શાળાઓ છે અને સરકાર 50 હજાર શાળાઓના ઓરડા પૂરા કરવાના લક્ષ્ય સાથે કામ કરી રહી છે. 15 હજાર ઓરડાઓના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે. 28 હજાર ઓરડાઓની મરામતનું કામ શરૂ થઈ ગયું છે અને શિક્ષકોની ઘટ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કેમ કે, દર વર્ષે તારીખ 31-5 અને 31-10એ શિક્ષકો નિવૃત્ત થતા હોવાથી દર વર્ષે શિક્ષકોની ઘટ અને  ભરતીનો મુદ્દો ઉપસ્થિત થાય છે.