સુરતમાં બનશે દુબઈ જેવું માર્કેટ! એક કરોડ લોકોને પહોંચશે શાકભાજી, પહેલા માળે પાર્ક થશે 300થી વધુ ટ્રકો-ટેમ્પા

આધુનિક એપીએમસી માર્કેટમાં 100 ફૂટ પહોળા રેમ્પથી શાકભાજીની 80 ટ્રકો અને 200 ટેમ્પો સીધા પ્રથમ માળે પાર્ક થઈ 14 બાય 170 ફૂટના 108 ગાળાઓમાં શાકભાજીનો જથ્થો ઠાલવી શકશે. એટલું જ નહીં કોલ્ડ સ્ટોરેજમાં પોતાનો માલ પણ સાચવી શકશે.

સુરતમાં બનશે દુબઈ જેવું માર્કેટ! એક કરોડ લોકોને પહોંચશે શાકભાજી, પહેલા માળે પાર્ક થશે 300થી વધુ ટ્રકો-ટેમ્પા

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં અંદાજીત 110 કરોડના ખર્ચે રાજ્યની પ્રથમ ફ્લાયઓવર આધુનિક એપીએમસી માર્કેટ બનવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચેરમેન સંદીપ દેસાઈને પત્ર લખી ગુજરાતની સૌથી આધુનિક માર્કેટ યાર્ડ તરીકે સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ને સન્માનપત્ર મોકલી ભવિષ્યની સુરતની વસ્તીને ધ્યાને રાખી માર્કેટનો વિસ્તાર કરવાનું સૂચન કર્યું હતું. એને પગલે ચેરમેન સંદીપ દેસાઈને અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સુરત એપીએમસી માર્કેટ ટ્રેડને રાજ્યની પ્રથમ ફ્લાયઓવર શાકભાજી માર્કેટ યાર્ડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આધુનિક એપીએમસી માર્કેટમાં 100 ફૂટ પહોળા રેમ્પથી શાકભાજીની 80 ટ્રકો અને 200 ટેમ્પો સીધા પ્રથમ માળે પાર્ક થઈ 14 બાય 170 ફૂટના 108 ગાળાઓમાં શાકભાજીનો જથ્થો ઠાલવી શકશે. એટલું જ નહીં કોલ્ડ સ્ટોરેજમાં પોતાનો માલ પણ સાચવી શકશે.મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની તર્જ પર આ નવું યાર્ડ સુરત ડિસ્ટ્રીક્ટ બેંકની ગ્રીન બિલ્ડીંગ તૈયાર કરનાર સાગર દંડવતેનાં માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ રહ્યું છે.

No description available.

સુરત એપીએમસીનાં ચેરમેન સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે 2035 માં સુરતની એક કરોડથી વધુની વસ્તીને શાકભાજીની સપ્લાય સરળતાથી થઈ શકે એ માટે યાર્ડમાં શાકભાજીનો વેપાર એરિયા વધારવામાં આવી રહ્યોં છે. 108 વેચાણ કેન્દ્રો વચ્ચે 100 ફૂટ પહોળો રોડ બનશે. ગ્રાઉન્ડ ફ્લોરની જેમ રેમ્પ ચઢીને ટનબંધ વજન ધરાવતી ટ્રકો સીથી પહેલા માળે જશે. રેમ્પને લીધે હાલના યાર્ડથી માર્કેટની ઊંચાઈ એકથી બે માળ જેટલી ઊંચી દેખાશે. 1998 નાં વર્ષમાં હાલનું માર્કેટ યાર્ડ 1.50 લાખ ચો.મી જમીનમાં ઊભું થયું હતું.સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દેશમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિત 6 રાજ્યોમાંથી અહીં શાકભાજી આવે છે અને દિલ્હી સહિત ઉત્તર ભારતનાં રાજ્યોમાં પણ જાય છે.

સુરત ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિનાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ચાલુ વર્ષે જુલાઈ માસના પ્રારંભમાં 900 થી 1000 ટન હાસ કેરીનો રસ યુએઈ રશિયા, કોરીયા, જાપાન, કેનેડા, અમેરિકા અને જર્મની જેવા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવી રહ્યોં છે. આ ઉપરાંત શાકભાજીનાં વેસ્ટમાંથી આઈઓસી સીએનજી ગેસ ઉત્પાદન કરી રહી છે. લિક્વિડ ખાતર મંડળીના ખેડૂતોને આપવામાં આવી રહ્યું છે. 

ચેરમેન અને ધારાસભ્ય સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે, સુરત એપીએમસી દ્વારા આ વર્ષે 900 થી 1000 ટન જેટલી હાફુસ અને કેસર કેરી દક્ષિણ ગુજરાતના ખેડુતો તથા મહારાષ્ટ્રનાં રત્નાગીરીની આંબાવાડીઓમાંથી ખરીદી કરી પલ્પનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે.રાજ્યમાં નવો એપીએમસી કાયદો અમલમાં આવવાથી 30 થી વધુ માર્કેટ યાર્ડ મૃતપાય હાલતમાં છે. ત્યારે સુરત માર્કેટ યાર્ડનું વાર્ષિક ટર્નઓવર 2700 કરોડ પર પહોંચ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news