સરકારી નોકરીની લાયમાં આ રીતે તમે પણ બની શકો છો ભોગ, વલસાડના 6 યુવકો 28 લાખમાં નાહ્યા!

વલસાડ તાલુકાના છ જેટલા યુવકો પાસેથી સરકારી નોકરીની લાલચ આપી કુલ 28 લાખ રૂપિયા પડાવી લેવાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વલસાડ તાલુકાના ધમડાચી ગામના પીરૂ ફળિયામાં વૈષ્ણોદેવીમાતા મંદિર પાસે રહેતા જીગર રમેશભાઇ પટેલ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.

સરકારી નોકરીની લાયમાં આ રીતે તમે પણ બની શકો છો ભોગ, વલસાડના 6 યુવકો 28 લાખમાં નાહ્યા!

ઉમેશ પટેલ/વલસાડ: સરકારી નોકરી મેળવવા માટે આજનો યુવાધન ઘણા શોર્ટકટ રસ્તાઓ અજમાવતા હોય છે. નોકરી મેળવવા માટે ઘણી લોભામણી જાહેરાતોમાં આવી ફસાઈ જતા હોય છે તેવું જ કઈ વલસાડના યુવાનો સાથે બન્યું. વલસાડના યુવાનો પાસેથી સરકારી નોકરી અપાવવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી લેવાયા. ત્યારે કેવી રીતે આ યુવકો પર લાખો રૂપિયા લેવાયા અને કોણે કરી છેતરપીંડી?

વલસાડ તાલુકાના છ જેટલા યુવકો પાસેથી સરકારી નોકરીની લાલચ આપી કુલ 28 લાખ રૂપિયા પડાવી લેવાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વલસાડ તાલુકાના ધમડાચી ગામના પીરૂ ફળિયામાં વૈષ્ણોદેવીમાતા મંદિર પાસે રહેતા જીગર રમેશભાઇ પટેલ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. તે દરમિયાન જીગર પટેલની મુલાકાત તેમની દૂરની માસી જે વલસાડની એસ.પી.ઓફિસમાં વાયલેસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીખે ફરજ બજાવતી વૈશાલી પટેલ સાથે થઈ હતી. 

વૈશાલી પટેલ સાથે મુલાકાત થતાં જીગર પટેલ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પોલીસ ભરતી બોર્ડ તથા ગુજરાત પંચાયત સેવા બોર્ડ દ્વારા લેવાનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે જીગર પટેલે જુનિયર ક્લાર્ક અને તલાટીની નોકરી મેળવવા માટેની પરીક્ષા તૈયારી કરી રહ્યો હોય તેવું જણાવ્યું હતું. તે બાદ વૈશાલી પટેલ દ્વારા તેમના મિત્ર આશિષ પટેલ સાથે જીગર ની મુલાકાત કરાવાઈ હતી અને જણાવ્યું હતું કે ગાંધીનગર સાથે તેમની ઘણી ઓળખાણો છે અને તેમના દ્વારા જીગરને સીધી નોકરી અપાવવામાં આવશે, એવું જણાવી જીગર પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. 

જે બાદ જીગર ને થયું કે મારે મહેનત કરી પરીક્ષા પાસ કરવી છે જેથી જીગરે વૈશાલી પટેલ પાસેથી પૈસા પરત માંગ્યા હતા. પરંતુ વૈશાલી પટેલએ જીગરને પૈસા ન આપ્યા હતા જે બાદ જીગર દ્વારા વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં વલસાડની એસપી ઓફિસમાં વાયરલેસ વિભાગમાં કામ કરતી વૈશાલી પટેલ પર છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

જીગર પટેલની ફરિયાદ મારતા વલસાડ સીટી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવતા વલસાડ એસપી ઓફિસમાં વાયરલેસ વિભાગમાં ફરજ બદલાવતી વૈશાલી પટેલ અને તેમના પાડોશમાં રહેતો આશિષ પટેલ દ્વારા એકબીજાના સંપર્કમાં રહી અગાઉ ધરમપુર કોલેજમાં અભ્યાસ કરતા નાનાપોંઢા યુવાનને પી.એસ.આઇ. ની નોકરી લગાવવા માટે રૂ.૩ લાખ, વલસાડ લીલાપોરના ભાવેશ કોળી પટેલને લોકરક્ષકની નોકરી લગાવવા માટે રૂ.૬ લાખ, વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે નોકરી કરતા અબ્રામાં તડકેશ્વર સોસાયટીના સુશીલ પટેલને લોકરક્ષકની નોકરીએ લગાવવા માટે રૂ.પ લાખ, રવિનાબેનને જુનીયર કલાર્કની નોકરીએ લગાવવા માટે રૂ.પ લાખ, તેનો સગો ભૌતિક દેસાઇને તલાટીની નોકરી લગાવવા માટે રૂ.૪ લાખ લીધા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

આમ તમામ યુવાનો પાસેથી સરકારી નોકરી અપાવવાની લાલચ આપે મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પડાવવાનું બહાર આવતા.. તમામ સાથે કુલ રૂ.૨૮ લાખ લઈ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતાં બંન્ને સામે વલસાડ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ વિભાગમાં કામ કરતી મહિલાઓ પર તમામને ભરોસો આવી જતા તમામ દ્વારા વૈશાલી ઉપર વિશ્વાસ રાખી પૈસા આપ્યા હતા જે પૈસા પૈસા ના આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવા પામી છે જોકે તમામને સરકારી નોકરી આપવાની લાલચ આપી ભાગી ગયેલા વૈશાલી પટેલ અને આશિષ પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news