Ahmedabad Lift collapse : અમદાવાદમાં મોટી દુર્ઘટના, નિર્માણધીન ઈમારતની લિફ્ટ સાતમા માળેથી તૂટી પડી, 7 શ્રમિકોના મોત
Ahmedabad Lift collapse : ગુજરાત યુનિવર્સિટી પાસે લિફટ તુટતા 7 શ્રમિકોનાં મોત... એસ્પાયર-2 નામની નિર્માણાધિન બિલ્ડિંગમાં સાતમા માળેથી તુટી પડી લિફ્ટ... બિલ્ડરે સવારે બનેલી ઘટનાની બપોર સુધી ફાયર વિભાગને જાણ ન કરી...
અમદાવાદ :અમદાવાદમાં આજે ચોંકાવનારી ઘટના બની છે. નિર્માણધીન એસ્પાયર-2 નામની ઈમારતની સાતમા માળેથી લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત નિપજ્યા છે. હાલ ઘટનામાં 7 શ્રમિકોના મોત મળ્યાની પ્રાથમિક માહિતી છે. ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર-2 નામની બિલ્ડીંગમાં આ ઘટના બની છે. એસ્પાયર-2 નામની બાંધકામની કામગીરી સમયે દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, ઈમારતના બિલ્ડરોએ ત્રણ કલાક સુધી ઘટનાનો ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, સવારે 9.30 કલાકે આ ઘટના બની છે. અમદાવાદ પોલીસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે.ગુજરાત યુનિવર્સિટી પાસે નિર્માણધીન એસ્પાયર-2 નામની ઈમારતની સાતમા માળેથી લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત નિપજ્યા છે. તો એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. તમામ શ્રમિકોના મૃતદેહોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તો ઘટનાની જાણ થતા જ હાલ ફાયરબ્રિગેડ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે. ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર-2 નામની બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું, જેમા સવારે આ દુર્ઘટના બની હતી. તમામ મૃતક શ્રમિકો પંચમહાલ જિલ્લાના ગોધરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : ખેડૂત પુત્રએ એવુ દિમાગ દોડાવ્યું કે, ખેતીમાં અઘરું લાગતું પિયતનું કામ હવે ચપટી વગાડતા થઈ જાય તેવું મશીન બનાવ્યું
આ બિલ્ડીંગ એડિસ ઇન્ફ્રાબિલ્ડ llp દ્વારા બનાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. તો આશિષ કે શાહ અને અન્ય બે બિલ્ડરોની માલિકી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ છે. ત્યારે આખરે કેમ તેઓએ 3 કલાક મજૂરોના મોતને છુપાવ્યું તે મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતા જ પોલીસના કાફલો, ફાયર વિભાગના અઘિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ મામલે ડેપ્યુ મ્યુનિસિપલ કમિશનર આઈકે પટેલે કહ્યું કે, આ ઘટનામાં લિફ્ટ નથી તૂટી, પરંતું સેટીંગનું બાંધકામ તૂટ્યું હોવાનું જાણવા મળ્યું છે. અમે તમામ તપાસ કરી રહ્યા છે કે કોઈ બેદરકારી હતી કે અન્ય કારણ હતું. સાથે જ બિલ્ડીંગના ડેવલપર્સ સામે તપાસ કરી રહ્યા છીએ.
મૃત્યુ પામનાર શ્રમિકો
સંજયભાઈ બાબુભાઇ નાયક , ઉમર 20 વર્ષ
જગદીશભાઈ રમેશભાઈ નાયક, ઉંમર 21 વર્ષ
અશ્વિનભાઈ સોમાભાઈ નાયક , ઉમર 20 વર્ષ
મુકેશ ભરતભાઈ નાયક , ઉમર 25 વર્ષ
મુકેશભાઇ ભરતભાઇ નાયક, ઉમર 25 વર્ષ
રાજમલ સુરેશભાઇ ખરાડી, ઉમંર 25 વર્ષ
પંકજભાઇ શંકરભાઇ ખરાડી, ઉમર 21 વર્ષ
કન્સ્ટ્રક્શન સાઈડના માલિકોએ ઘટનાનો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સાઈડના માલિકોએ આટલી મોટી દુર્ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આટલી મોટી ઘટના બન્યા છતા પણ ફાયર બ્રિગેડ કે પોલીસને બોલાવવામાં આવી ન હતી. ચીફ ફાયર ઓફિસરે કહ્યું કે, અમે પણ મીડિયામાં સમાચાર જોઈને જ અહી આવ્યા છીએ, અમને આ બાબતે કોઈ સૂચના ન હતી.
ઘટનાના ત્રણ કલાક કેમ તંત્રને જાણ ન કરાઈ
આ દુર્ઘટના અનેક મોટા સવાલ ઉભા કરી રહ્યાં છે કે કેમ ઘટનાના ત્રણ કલાક સુધી કાર્યવાહી કરવામાં ન આવી. આખરે કેમ કન્સ્ટ્રક્શન સાઈડના બિલ્ડરોએ ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો. આખરે ઘટના પાછળ કોની બેદરકારી છે, જેના કારણે 7 શ્રમિકો મોતને ભેટ્યા.
આ ઘટના સમયે કન્સ્ટ્રક્શન સાઈડ પર હાજર એક મજૂરે કહ્યું કે, અહીં કુલ 10 મજૂરો કામ કરતા હતા. અમને અકસ્માતની જાણ થતા જ અમે દોડી આવ્યા હતા.
વધુ માહિતી માટે રાહ જુઓ...