ગાંધીનગર : ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે ગ્રામપંચાયત ચૂંટણી આજે જાહેર કરવામાં આવી હતી. 10879 ગ્રામપંચાયતોમાં આજે ચૂંટણીનું આયોજન જાહેર કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં ચૂંટણીપંચ દ્વારા પત્રકાર પરિષદની યોજીને જાહેરાત કરવામાં આવી હતી. ગ્રામપંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે આયોજીત કરવામાં આવશે. નોટિફિકેશનની જાહેરાત 29 નવેમ્બરે આયોજીત થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર રખાઇ છે. જે પણ પંચાયતોમાં ચૂટણી છે ત્યાં આજથી જ આચારસંહિતા લાગુ કરી દેવાઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના કોન્સ્ટેબલની દાદાગીરી, મહિલાએ આઈકાર્ડ માંગ્યુ તો કાર ટો કરાવી દીધી


ગ્રામપંચાયતની ચૂંટણીઓનાં પરિણામ 21 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જો કે આ વખતે બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત આ વખતે સરપંચની ચૂંટણીમાં કાયદાકીય કામગીરી ઘણી ઓછી કરી દેવામાં આવી છે. જેથી સરળતાથી ફોર્મ ભરી શકાય. આ નિર્ણયનાં કારણે સરપંચનું ફોર્મ ભરવું સરળ બનશે. જો કે આ વખતે ઇવીએમના બદલે મતપેટીથી મતદાનનું આયોજન થશે. જે સૌથી મોટી બાબત કહી શકાય. પુરતા પ્રમાણમાં ઇવીએમ નહી હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube