રાજકોટના કોન્સ્ટેબલની દાદાગીરી, મહિલાએ આઈકાર્ડ માંગ્યુ તો કાર ટો કરાવી દીધી

રાજકોટ (rajkot police) રસ્તા પર બનેલો એક બનાવ ટોકિંગ પોઈન્ટ બન્યો છે. રાજકોટમાં એક મહિલાએ ટ્રાફિક કોન્સ્ટેબલનું આઈકાર્ટ માંગ્યો તો તે ગુસ્સો થઈ ગયો હતો અને મહિલાઓની કાર ટો કરાવી હતી. ત્યારે મહિલાઓ રસ્તા પર રડી પડી હતી. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલની હઠધર્મીને કારણે અમદાવાદની ચાર મહિલાઓના આત્મ સન્માન ઘવાયા હતા. કોન્સ્ટેબલના જડ વલણને કારણે ચાર મહિલા (crime against women) ઓ ચોધાર આંસુએ રડી પડી હતી. 

રાજકોટના કોન્સ્ટેબલની દાદાગીરી, મહિલાએ આઈકાર્ડ માંગ્યુ તો કાર ટો કરાવી દીધી

ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટ (rajkot police) રસ્તા પર બનેલો એક બનાવ ટોકિંગ પોઈન્ટ બન્યો છે. રાજકોટમાં એક મહિલાએ ટ્રાફિક કોન્સ્ટેબલનું આઈકાર્ટ માંગ્યો તો તે ગુસ્સો થઈ ગયો હતો અને મહિલાઓની કાર ટો કરાવી હતી. ત્યારે મહિલાઓ રસ્તા પર રડી પડી હતી. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલની હઠધર્મીને કારણે અમદાવાદની ચાર મહિલાઓના આત્મ સન્માન ઘવાયા હતા. કોન્સ્ટેબલના જડ વલણને કારણે ચાર મહિલા (crime against women) ઓ ચોધાર આંસુએ રડી પડી હતી. 

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે બનેલો આ બનાવ છે. ચાર મહિલાઓ કારમાં સવાર હતી. જેમને પોલીસે રોકી હતી.  ટ્રાફિક-પોલીસ (traffic police) દ્વારા વાહન ચેકિંગ ચાલુ હોવાથી તેમની કાર રોકવામાં આવી હતી અને પીયુસી, ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજો માગવામાં આવ્યા હતા. પરંતુ મહિલાઓએ પોલીસ પાસેથી આઈ-કાર્ડ માંગ્યુ હતું. જેથી ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ હસમુખ રાઠોડનો અહમ ઘવાયો હતો. જેથી ગુસ્સે ભરાયેલા કોન્સ્ટેબલ હસમુખ રાઠોડે મહિલાઓની કાર ટો કરાવી હતી. પોલીસના આ બિન વ્યવહારૂ વલણનો ટોળાએ વિરોધ કરી હુરિયો બોલાવ્યો હતો. પોલીસ લાકડી લઈ પાછળ દોડતા સ્થાનિક લોકોએ મોબાઈલમાં વિડીયો કંડાર્યો હતો. તો આ વીડિયો સોશ્યલ મીડિયામાં જોતજોતામાં વાયરલ થયો હતો. જોકે નવાઈની વાત એ હતી કે દંડ ઉઘરાવતા કોન્સ્ટેબલ હસમુખ રાઠોડના બાઇકમાં નંબર પ્લેટ પણ ન હતી. 

આ સમગ્ર મામલે રાજકોટના ઝોન-1 ના ડીસીપી પ્રવીણકુમાર મીણાએ જણાવ્યુ કે, ટ્રાફિક પોલીસના વાયરલ વીડિયો મામલે તપાસ કરવામાં આવશે. સમગ્ર મામલે પોલીસ કોન્સ્ટેબલ સામે ઈન્કવાયરી બેસાડવામાં આવશે. પોલીસ કોન્સ્ટેબલ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. પોલીસ ટ્રાફિક નિયમનું પાલન નહિ કરે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે એક કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસકર્મીઓને ટ્રાફિક નિયમ તોડનારી વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી, તેની જોડે માનવતાપૂર્વક વ્યવહાર થવો જોઇએ તેવુ કહ્યુ હતું. પરંતુ નિષ્ઠુર બનેલા પોલીસ અધિકારીઓ લોકોને ગણકારતા નથી અને તેમની સાથે અભદ્ર વ્યવહાર કરે છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news