રાજકોટ : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ પુરજોશમાં છે. અહીં રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીય રાજ્યગુરુ વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે. આ બંને ઉમેદવારોએ હાલમાં ફોર્મ ભર્યુ છે. આ સ્પર્ધા વિશે રસપ્રદ માહિતી મળી છે કે રાજકોટમાં ફોર્મ ભરનારા મુખ્ય પ્રધાનની વિજય રૂપાણીની સંપતિ 7.01 કરોડની છે, જ્યારે ગઈ કાલે તેમની વિરુદ્ધમાં ફોર્મ ભરનારા કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુ પાસે એટલા રૂપિયાનાં તો માત્ર વાહનો છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં રાજકોટ (પશ્ચિમ) બેઠક માટે BJPના ઉમેદવાર અને વર્તમાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ફોર્મ ભર્યું અને તેમણે 7.01 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ જાહેર કરી, જ્યારે તેમની સામે ઊભા રહેલા કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુએ 141.7 કરોડ રૂપિયાની સંપતિ જાહેર કરી. ઇન્દ્રનીલ રાજગુરુએ પોતાની પ્રોપર્ટીમાં પોણાસાત કરોડ રૂપિયાનાં તો માત્ર વાહનો દેખાડ્યાં છે, જે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની કુલ પ્રોપર્ટીની કિંમત જેટલાં થાય છે. 


ઉમેદવારીપત્રક ભરતી વખતે વિજય રૂપાણી અને ઇન્દ્રનીય રાજ્યગુરુ એમ બંનેએ 12.39 વાગ્યે ફોર્મ ભરવાનો આગ્રહ રાખતાં કલેક્ટર ઓફિસમાં જબરદસ્ત ટેન્શન સર્જાયું હતું. જોકે બન્ને માટે અલગ-અલગ જગ્યાએ ફોર્મ ભરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવતાં બન્નેનું વિજયમુરત સચવાઈ ગયું હતું.