યુવા મતદારોને પોસ્ટ-કાર્ડથી મતદાન પ્રેરક સંદેશ પહોંચાડશે ચૂંટણી તંત્ર
જિલ્લાના નવા નોંધાયેલા 1,01,000 યુવા મતદારોને મતદાનની પ્રેરણા આપવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટ કાર્ડમાં અવશ્ય મતદાનના સંદેશા સાથે અનોખી પહેલ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ કરી છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: જિલ્લાના નવા નોંધાયેલા 1,01,000 યુવા મતદારોને મતદાનની પ્રેરણા આપવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટ કાર્ડમાં અવશ્ય મતદાનના સંદેશા સાથે અનોખી પહેલ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ કરી છે.
જે અંતર્ગત ટપાલ વિભાગના સહયોગથી તમામ યુવા મતદારોને અવશ્ય મતદાન કરવાની અપીલ કરતાં પોસ્ટ કાર્ડ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ ટપાલ વિભાગ ગુજરાત વર્તુળના નિયામક શ્રી સુનિલ શર્માને આપ્યા હતા. 1,01,000 જેટલા પોસ્ટકાર્ડ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લખવામાં આવ્યા છે.
વડોદરા: ટેબલ સ્પેશ માટે વકીલ મંડળના પ્રમુખનું આંદોલન, પોલીસે કરી ધરપકડ
ડો.વિક્રાંત પાંડે એ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, યુવા નવા મતદારો સહિતના મતદારો અચૂક અને અવશ્ય મતદાન કરે તેની જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ટપાલ વિભાગ ગુજરાત વર્તુળના નિયામક શ્રી સુનિલ શર્માએ જણાવ્યું હતું કે, નવા યુવા મતદારોને પોસ્ટ કાર્ડ દ્વારા મતદાનનો આ સંદેશો સમયસર પહોંચાડવા ખાસ કાળજી લેવાઇ છે.