મૌલિક ધામેચા/અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચે હાથી દાંત સાથે એક મહિલા સહિત ચાર આરોપી ઓની ધરપકડ કરી છે. આરોપીઓ વેરાવળથી હાથીદાંત લાવીને વેચવાના ફિરાકમાં હતા. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ડમી ગ્રાહક મોકલી પ્રતિબંધિત હાથીદાંત કબ્જે કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આ ચારેય આરોપીઓના નામ પ્રકાશ જૈન, દાઉદ ખોખર, રાવિયા ખોખર અને અનિશ ખોખર છે. પકડાયેલ આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત હાથીદાંતને વેચવા જતા પકડી પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ ને બાતમી મળી હતી કે આરોપી પ્રકાશ જૈન એન્ટિક ચીજવસ્તુ ઓની વેચાણ કરી રહ્યો છે. અને તેની પાસે એક હાથી દાંત છે. જે વહેચવાની ફિરાકમાં છે. જે આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડમી ગ્રાહક મોકલી આરોપીઓને હથીદાંત સાથે ઝડપ્યો સાથોસાથ આ ગુનામાં સંડોવાયેલ અન્ય ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી.


પૈસા રાખો તૈયાર! 2 કંપનીઓનો આવી રહ્યો છે IPO, એપ્રિલમાં રોકાણ કરવાની સારી તક


પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે 14 કિલો વજનનો હાથી દાંત પણ કબ્જે કર્યો છે. જે દાંત આરોપીઓ વેરાવળના પિતા પુત્ર શહેબાઝ કબરાણી અને અબ્દુલ કરીમ કબરાણી પાસે થી લાવ્યા હતા  અને ફતેપુરામાં એક મકાનમાં રાખવામાં આવ્યો હતો. પ્રકાશ જૈન આ દાંત 35 લાખમાં વહેચવાની ફિરાક માં હતો. 


સરદાર પટેલ સાથે એક એવી ઘટના બની હતી કે, આખા દેશનો જીવ પડીકે બંધાયો હતો


પોલીસ પૂછપરછ દરમ્યાન એ પણ સામે આવ્યું છે કે પ્રકાશ જૈન વર્ષ 1992 થી 2006 સુધી તામિલનાડુના સેલમમાં રહેતો જ્યાં ચંદનચોર વિરપ્પનના પરિવારજનો પણ રહે છે. જોકે આરોપી તેના સંપર્કમાં હતો કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


30 વર્ષમાં સમુદ્રનું સ્તર ઘણું વધી ગયું, નાસાનો ડરામણો રિપોર્ટ! ભારતમાં પણ ખતરો


હાલમાં પોલીસે ચાર  આરોપીઓની ધરપકડ કરીને તેઓની પૂછપરછ શરૂ કરી છે. જ્યારે વેરાવળના પિતા પુત્રની ધરપકડ કરવા માટેની તજવીજ પણ શરૂ કરી છે. જોકે તેઓની ધરપકડ બાદ જ હકીકત સામે આવશે કે તેમણે હાથીદાંત ક્યાંથી અને કેવી રીતે મેળવ્યો હતો.