અમદાવાદ : સુરતથી આવતી-જતી ST બસોને ગીતામંદિર ડેપોમાં એન્ટ્રી નહિ મળે
અમદાવાદમાં કોરોનાના પગલે ફરીથી એસટી સેવાને અસર થઈ છે. સુરતથી અમદાવાદ આવતી અને અમદાવાદથી સુરત જતી એસટી બસના સંચાલન મામલે મોટો નિર્ણય લેવાયો છે. સુરતથી આવતી એસટી બસોને હવે ગીતા મંદિર ડેપો ખાતે પ્રવેશ આપવામાં નહિ આવે. પ્રવાસીઓના સ્વાસ્થ્યની સલામતીના કારણે એન્ટ્રી બંધ કરાઇ છે. સુરતથી ખાનગી વાહનોમાં આવતા લોકોનું પણ શહેરમાં પ્રવેશ પહેલા સ્કેનિંગ શરૂ કરાયું છે. એસટી વિભાગ અને amc દ્વારા એક્સપ્રેસ હાઈ વે પર તપાસ થઈ રહી છે. હાઈવે પર રેપિડ ટેસ્ટથી સ્કેનિંગ શરૂ કરાયું છે. થોડા દિવસ પહેલા જ ખાનગી ટ્રાવેલ્સે પણ અમદાવાદથી સુરતનું બુકિંગ પણ બંધ કરાયું છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં કોરોનાના પગલે ફરીથી એસટી સેવાને અસર થઈ છે. સુરતથી અમદાવાદ આવતી અને અમદાવાદથી સુરત જતી એસટી બસના સંચાલન મામલે મોટો નિર્ણય લેવાયો છે. સુરતથી આવતી એસટી બસોને હવે ગીતા મંદિર ડેપો ખાતે પ્રવેશ આપવામાં નહિ આવે. પ્રવાસીઓના સ્વાસ્થ્યની સલામતીના કારણે એન્ટ્રી બંધ કરાઇ છે. સુરતથી ખાનગી વાહનોમાં આવતા લોકોનું પણ શહેરમાં પ્રવેશ પહેલા સ્કેનિંગ શરૂ કરાયું છે. એસટી વિભાગ અને amc દ્વારા એક્સપ્રેસ હાઈ વે પર તપાસ થઈ રહી છે. હાઈવે પર રેપિડ ટેસ્ટથી સ્કેનિંગ શરૂ કરાયું છે. થોડા દિવસ પહેલા જ ખાનગી ટ્રાવેલ્સે પણ અમદાવાદથી સુરતનું બુકિંગ પણ બંધ કરાયું છે.
ભાજપના કાર્યકર્તાઓને કોણે આપી ખુલ્લી છૂટ? હાથમાં બિયરની બોટલ પકડીને બર્થડે જાહેરમાં બર્થડે ઉજવાયો
ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદ મનપા તંત્ર એલર્ટ થઈ ગયું છે. સુરતથી આવતા લોકોનું અમદાવાદના એન્ટ્રી પોઇન્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરતથી અમદાવાદ આવતા લોકોનું એક્સપ્રેસ વે પર ચેકિંગ વધારવામાં આવ્યું છે. અત્યાર સુધી 360 રેપિડ ટેસ્ટમાં 18 લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. પોઝિટિવ લોકોને અમદાવાદ અને સુરતની હોસ્પિટલમાં ક્વોરેન્ટાઈન કરવામા આવે છે. સુરત પાછા જનારા લોકોને સુરત કોર્પોરેશન દ્વારા ક્વોરેન્ટાઈન અથવા દાખલ કરવાની વ્યવસ્થા કરવામા આવશે. કોરોનાના રેપિડ ટેસ્ટથી ચેકિંગ કરવામા આવી રહ્યું છે. અમદાવાદ શહેરમા પ્રવેશ થતા દરેક રસ્તા પર પોલીસ અને હેલ્થની ટીમો સઘન કાર્યવાહી કરી રહી છે. અમદાવાદમાં ફરીથી કોરોના ના ફેલાય તે માટે કાર્યવાહી મજબૂત બનાવાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર