હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ કોરોના (Coronavirus) ના કેસ વધી રહ્યાં છે. પણ ગાંધીનગરવાસીઓને સૌથી વધુ ચિંતા અમદાવાદથી અવરજવર કરતા લોકોની છે. અમદાવાદથી અવરજવર થતા ગાંધીનગરમાં કોરોનાનો ચેપ વધી રહ્યો છે અને તેથી આ અવરજવર પર બ્રેક લગાવવામાં આવે તેવી માંગણી ઉઠી હતી. ત્યારે ગાંધીનગરમાં વધેલા કોરોનાવાયરસ ના કેસોને ધ્યાનમાં રાખીને ગાંધીનગર (gandhinagar) ના તમામ પ્રવેશદ્વારો બંધ કરાયા છે. એક માત્ર ચ માર્ગ ચાલુ રખાયો છે. અમદાવાદ રેડ ઝોન વિસ્તારમાંથી આવતાં લોકો માટે બિલકુલ પ્રવેશબંધી મૂકાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃત્યુ પહેલા ખુદ ઋષિ કપૂરે શેર કરી હતી તેમની આ તસવીરો...


ગાંધીનગરમાં કયા રોડ બંધ કરાયા, કયા ચાલુ  
ગાંધીનગરના મુખ્ય ઘ માર્ગને પણ પણ બંધ કરાયો છે. વર્ષો પછી ગાંધીનગરના ઘ માર્ગને બંધ કરવાની ફરજ પડી છે. સરખેજથી સીધા ઘ માર્ગે કે ગાંધીનગરમાં પ્રવેશ ન થઈ શકે એટલા માટે આ રોડ બંધ કરાયો છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે વધેલા કેસોને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સાથે જ ગાંધીનગરમાં ચ રોડ પરથી મર્યાદિત પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 


અંતિમ પળ સુધી સતત પતિ ઋષિ કપૂરની પડખે રહ્યા હતા નીતૂ કપૂર 


ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેરમા આજે વધુ 4 કોરોનાં કેસો નોંધાયા છે. થોડા સમય પહેલા જ ગાંધીનગર કોરોનાથી મુક્ત થયું હતું, પરંતુ હવે ગાંધીનગરમાં કોરોનાના નવા કેસ વધી રહ્યાં છે. સેક્ટર 2 બીમાં 2 લોકો કોરોના સંક્રમિત કેસ છે. જ્યારે સેક્ટર 3 સી અને સેક્ટર 24માં એક એક કેસ નોંધાયા છે. 


ગુજરાતી ભાષાના નવલકથાકાર કુંદનિકા કાપડિયાનું વલસાડ ખાતે નિધન


કલોલ રેલવે પૂર્વમાં બીજો કેસ પોઝિટિવ આવ્યો છે. નિર્ણય નગરમાં રહેતી અને સિવિલમાં નોકરી 38 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો ગાંધીનગર જિલ્લામા વધું બે કોરોનાં કેસોં પોઝિટિવ આવ્યા છે. દહેગામ તાલુકાનાં નાંદોલ ગામના 44 વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બીજો કેસ કલોલ રેલવે પૂર્વમાં નોંધાયો છે. 


ગઈકાલે ગાંધીનગરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા અમદાવાદ સાથે જોડાયેલા માર્ગો ઉપર ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી. ગાંધીનગરના કુડાસણ સરગાસણ પીડીપીયુ સહિતના વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ કરાઈ હતી. તેમજ સ્થાનિક લોકોને ઘરમાં રહી સુરક્ષિત રહેવાની અપીલ પણ કરાઈ હતી. સ્થાનિક વહિવટી તંત્રએ અમદાવાદ (ahmedabad) થી ગાંધીનગર આવતા લોકોની અવરજવર પર રોક લગાવવા કડક પગલાં ભરવાની તૈયારી કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર