ઉદય રંજન/ અમદાવાદ : દિવાળીના તહેવારોમાં દારૂ છુપાવાની બુટલેગરને આપવાનુ રેકેટ ઝડપાયું છે. અસલાલી પોલીસે ફાર્મમાં છુપાયેલા 18 લાખના દારૂ સાથે 4 આરોપીની ધરપકડ કરી. રાજસ્થાનથી દારૂ લાવી અમદાવાદના જુદા -જુદા બુટલેગરને પહોંચાડે તે પહેલા જ પોલીસે લાખોનો દારૂ ઝડપી લીધો. અત્રે ઉલ્લે્ખનીય છે કે, દિવાળી પહેલા આટલા મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતા પોલીસ પણ વિચારમાં પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 20 નવા કેસ, 28 દર્દી સાજા થયા, એક નાગરિકનું મોત


ટીવી સ્ક્રીન પર જોવા મળતા આરોપી જયપાલ સિંહ ચૌહાણ, ગોરધન સિંહ રાજપૂત, રાજેન્દ્રસિંહ રાજપુત અને મહેન્દ્રસિંહ રાજપુત છે. આ આરોપીઓએ અસલાલીમાં વીસરપુરના સીમમા આવેલા જય અંબે ફાર્મ માં દારૂ સંતાડીને રાખ્યો હતો. અસલાલી પોલીસને બાતમી મળતા જય અંબે ફાર્મમાં રેડ કરીને 18 લાખનો વિદેશી દારૂ સહિત 20.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને 10 આરોપી વિરૂધ્ધ ગુનો નોંધીને ચાર આરોપીની ધરપકડ કરી.


દિવાળીમાં આવ્યા નવી જ પ્રકારનાં ફટાકડા, જો કે ફટાકડા ફોડતી વખતે આટલી સાવચેતી જરૂર રાખો


વિદેશી દારૂ છુપાયેલા જય અંબે ફાર્મના માલિક રામચંદ્ર સિંહ ચૌહાણ છે. જે વિદેશી દારૂ ને જુદા -જુદા રાજ્યોમાંથી મંગાવીને આ ફોર્મમા સંતાડી રાખ્યો હતો. દિવાળીનો તહેવાર હોવાથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દારૂની હેરાફેરી શકાય નહિ હોવાથી અગાઉથી દારૂનો જથ્થો લાવીને આ ફાર્મમાં છુપાવીને રાખ્યો હતો. ત્યાર બાદ અમદાવાદના બુટલેગરો એ દારૂ સપ્લાય કરવાનું ષડયંત્ર હતું.


સિઝેરિયનનાં આટલા ગેરફાયદા જાણીને તમે દુશ્મનની પત્નીને પણ સિઝેરિયન નહી કરાવવા દો


દારૂના નેટવર્કમા હજુ છ આરોપી ફરાર છે. માસ્ટર માઈન્ડ રામચંદ્ર સિંહ ચૌહાણ, રૂદ્રદત્ત સિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ ઉર્ફે મલ્ટી ચૌહાણ, શકિત સિંહ ચૌહાણ, કનુભાઈ પટેલ અને કુલદિપ સિંહ નામના આરોપીની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જો કે આટલા મોટા પ્રમાણમાં દારૂ અમદાવાદ સુધી પહોંચ્યો કઇ રીતે અને દારૂ આવતો ક્યાંથી હતો તેવા તમામ મુદ્દે પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube