અમદાવાદ : ગુજરાત યુનિવર્સીટી આખરે ઓફલાઈન પરીક્ષા જ લેવાનું નક્કી કર્યું હતું. ઓનલાઇનના ડખા કર્યા બાદ આખરે યુનિવર્સિટીએ ઓફલાઇન પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. 3 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરના રોજ બે તબક્કામાં પરીક્ષા લેવાનુ આયોજન કરવામાં આવશે. આ અંગેનું વિગતવાર સમયપત્રક પણ જાહેર કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં સિઝનનો 83.59 ટકા વરસાદ, 98 ડેમ 90 ટકાથી વધારે ભરેલી સ્થિતીમાં


અંદાજે 55 હજાર જેટલા વિદ્યાર્થીઓની ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામાં આવશે. ઓફલાઈન પરીક્ષા આપવા ના ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. ઓનલાઈન પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષામાંથી વિકલ્પ પસંદ કરવાનો રહેશે. 


અમદાવાદમાં નિવૃત શિક્ષકે કેનાલમાં ઝંપલાવ્યું, આપઘાત પહેલા કર્યો આ વોટ્સએપ મેસેજ


હાલ વિદ્યાર્થીઓને પસંદગી માટેના ઓપ્શન આપવામાં આવ્યા છે. ઓનલાઈન માટે અત્યાર સુધીમાં માત્ર 7 હજાર વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન  કરાવ્યું છે. સ્નાતક અને અનુસ્નાતક કોર્ષનાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા બે કલાકની લેવાશે, જ્યારે ઓનલાઈન પરીક્ષા MCQ ફોર્મેટ મુજબ લેવાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર