રાજ્યમાં સિઝનનો 83.59 ટકા વરસાદ, 98 ડેમ 90 ટકાથી વધારે ભરેલી સ્થિતીમાં
Trending Photos
હિતલ પારેખ/અમદાવાદ : રાજ્યમાં આજદિન સુધીમાં સિઝનનો 83.59 ટકા વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં 7 તાલુકાઓ માં હજુ 10 ઇંચ થી ઓછો વરસાદ પડ્યો છે. અમદાવાદ જિલ્લા ના માંડલ, બનાસકાંઠા કાંકરેજ અને વાવ તાલુકો, દાહોદ ના સિગવલ અને ઝાલોદ તાલુકા, મહીસાગર ના ખાનપુર અને પાટણ ના સાંતલપુર તાલુકા માં એમ કુલ 7 તાલુકા મા 10 ઇંચ થી ઓછો વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર ડેમમાં જળ સંગ્રહની ક્ષમતાના 54.48 ટકા જથ્થો સંગ્રહ થઇ ચુક્યો છે. આ ઉપરાંત અન્ય 205 જળાશયોમાં 64 ટકા કરતા વધુ જળ સંગ્રહ થઇ ચુક્યો છે. 90 ટકાથી વધારે ભરાયા હોય તેવા 98 ડેમો હાઈ એલર્ટ પર મુકાયા છે. 80 થી 90 ટકા ભરાયા હોય તેવા 9 ડેમો એલર્ટ સ્ટેજ પર રહ્યા છે. જ્યારે 70 ટકાથી વધારે ભરાયેલા 14 ડેમો વોર્નિંગ સ્ટેજ પર મુકવામાં આવ્યા છે.
સરદાર સરોવર ડેમમાં 18,943 ક્યુસેક પાણીની આવક જ્યારે ઉકાઈમાં 68,699 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ છે. રાજ્યમાં વરસાદના કારણે 39 નદીઓ અને 44 તળાવો ઓવરફ્લો થવા લાગ્યા છે. છેલ્લા 5 દિવસ મા 6,194 લોકોને વરસાદના કારણે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. 3,213 લોકો ઘરે પરત ફર્યા છે. જ્યારે 2981 લોકો હજુ આશ્રય સ્થાન પર રોડ રસ્તાઓ પર પણ વરસાદની અસર થઈ છે. 323 રસ્તાઓ ભારે વરસાદના કારણે બંધ છે. હજુ આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે