વડોદરામાં ઢોર મચાયે શોર, પણ તંત્ર બન્યું મુંગુ! જાણો કાર્યવાહીના બણગા ફૂંકતું કોર્પોરેશન કેટલું છે રેઢિયાળ
વડોદરા કોર્પોરેશન, પોલીસ અને RTO વચ્ચે સંકલનના અભાવના કારણે રખડતાં ઢોરની સમસ્યા શહેરમાંથી દૂર નથી થઈ રહી. કોર્પોરેશને છેલ્લા 15 મહિનામાં 5239 રખડતાં ઢોર પકડીને પાંજરે પૂર્યા છે, છતાં રખડતાં ઢોરની સમસ્યા યથાવત છે.
રવિ અગ્રવાલ/વડોદરા: શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા યથાવત છે. રખડતાં ઢોરના કારણે અનેક લોકોના અકસ્માત થાય છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. તંત્ર કાર્યવાહી કરતાં હોવાના બણગા ફૂંકે છે, પણ હકીકત કંઇક અલગ છે.
લગ્ન પહેલાં શરીર સંબંધોને બળાત્કાર ન કહી શકાય, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વડોદરા શહેરમાં રોજ રખડતાં ઢોરના કારણે કોઈકને કોઈક વ્યક્તિનો અકસ્માત થાય છે, તો રસ્તા પર રોજ રખડતાં ઢોરનો સામનો લોકોને કરવો પડે છે. છતાં તંત્ર કાર્યવાહી કરીએ છે તેવી વાતો કરે છે. વડોદરા કોર્પોરેશન, પોલીસ અને RTO વચ્ચે સંકલનના અભાવના કારણે રખડતાં ઢોરની સમસ્યા શહેરમાંથી દૂર નથી થઈ રહી. કોર્પોરેશને છેલ્લા 15 મહિનામાં 5239 રખડતાં ઢોર પકડીને પાંજરે પૂર્યા છે, છતાં રખડતાં ઢોરની સમસ્યા યથાવત છે. કોર્પોરેશને 89 માથાભારે પશુમાલિકોની યાદી પણ પોલીસને સોંપી છે, જેના આધારે પોલીસે 139 FIR પણ કરી છે, છતાં રખડતાં ઢોરની સમસ્યા ઠેરની ઠેર છે.
વિપુલ ચૌધરીને કેસરિયો ન ફળ્યો, કોની નજરે ચડી ગયા, હવે ફરી જવું પડશે જેલમાં...
રખડતાં ઢોરની સમસ્યા માટે કોર્પોરેશન, પોલીસ અને RTO તંત્ર સયુંકત રીતે જવાબદાર છે, કારણ કે કોર્પોરેશને પોલીસને પશુમાલિકોના 113 વાહનોની યાદી નંબર સાથે વર્ષ 2018માં આપી હતી, જેમાં વાહન માલિકો સામે કડક કાર્યવાહી કરવા પાલિકાએ સૂચન કર્યું હતું, પણ આજે 5 વર્ષ થઈ ગયાં છતાં પોલીસે વાહન માલિકો સામે કોઈ કડક કાર્યવાહી નથી કરી. તો કોર્પોરેશને પણ એક વખત યાદી આપ્યા બાદ બીજી વખત પોલીસ વિભાગને વાહન માલિકો સામે કાર્યવાહી કરવા ફરીથી રિમાઇન્ડર સુધ્ધાં ન કરાવ્યું. જેને લઈ પશુમાલિકો ભયમુક્ત બન્યા છે અને ગફલત રીતે વાહન હંકારી બીજાના જીવને જોખમમાં મૂકે છે.
અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર, ઢોર અંકુશ પોલિસીને મંજૂરી, વાંચી લેજો આ નિયમો
કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ કહે છે કે પશુમાલિકો ઢોર પાર્ટીની કામગીરીમાં અવરોધ ઊભો કરે છે, નંબર પ્લેટ વગરના, નંબર પ્લેટ તૂટેલી કે નંબર પ્લેટ પર છાણ કે કપડું લગાવી ઢાંકીને ગફલત રીતે વાહન હંકારે છે અને ઢોર છોડાવીને લઈ જાય છે. કોર્પોરેશને પોલીસ અને RTOને 113 વાહનોની યાદી આપી કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું છે, જે મામલે ફરી પોલીસ વિભાગ અને RTO સાથે વાત કરીશું.
સાંભળતા જ ધ્રૂજી જશો! પપ્પાની આંગળી પકડી મોટી થઈ, એ જ દિકરી પર પિતાએ નજર બગાડી
કોર્પોરેશન અને પોલીસ તંત્ર વચ્ચે સંકલનના અભાવે સામાન્ય નાગરિકોને ભોગવવું પડે છે, સામાન્ય નાગરિકો રખડતાં ઢોરના કારણે અડફેટે આવે છે, જેમાં તેમને ઈજા થાય છે અથવા તો જીવ ગુમાવવો પડે છે. કોર્પોરેશનના વિપક્ષ નેતા અમીબેન રાવતે કોર્પોરેશન અને પોલીસ વિભાગ બંનેને આડેહાથ લીધા છે. પાલિકાના વિપક્ષ નેતાનો આક્ષેપ છે કે વડોદરા કોર્પોરેશને જ શહેરમાં કાયદો વ્યવસ્થા ન જળવાતી હોવાના પોલીસને પુરાવા આપ્યા છે, નંબર પ્લેટ વગર વાહન હંકારવુંએ ગુનો છે, પોલીસે આમાં જાતે કાર્યવાહી કરવી જોઈએ. વડોદરા કોર્પોરેશનના શાસકોની વહીવટી તંત્ર પર પકડ નથી, સત્તાધીશો વહીવટ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. રાજકીય દબાણના કારણે પોલીસ નંબર વગરના વાહનો હંકારતા પશુમાલિકો સામે કાર્યવાહી નથી કરતી તેવો પણ આક્ષેપ કર્યો.
મિત્રો બનાવતાં પહેલાં વિચારજો! જન્મદિવસની પાર્ટીંમાં આવેલા મિત્રોએ જ મિત્રનું અપહરણ
સમગ્ર મામલે વડોદરા શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાએ કહ્યું કે પોલીસ પશુમાલિકો સામે કાર્યવાહી કરે છે. 4 જેટલા પશુમાલિકોને પાસા કરી છે, અનેક પશુમાલિકોના સામે FIR પણ કરી છે. કોર્પોરેશનની ઢોર પાર્ટીની ટીમ ઢોર પકડવા જાય છે તે સમયે અમારા પોલીસના જવાનો બંદોબસ્તમાં હોય જ છે. નંબર વગરના વાહન હંકારતા પશુમાલિકોના વાહનની યાદી વિશે હું જાણતો નથી. વિભાગ પાસેથી માહિતી મેળવ્યા બાદ વધુ કહી શકીશ.
High BP: બઉં લોહીઉકાળા ના કરશો, બ્લડ પ્રેશર વધશે તો લાગી શકે લકવો કે હેમરેજ
ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન રખડતાં ઢોર પકડવા પાછળ કરોડોનો ખર્ચ કરે છે, પોલીસના જવાનો ઢોર પકડવાની કામગીરીમાં રોકાય છે, તેમ છતાં સરકારી વિભાગો વચ્ચે સંકલનના અભાવે અને પોલીસ તંત્રના ઉદાસીન વલણના કારણે શહેરમાંથી રખડતાં ઢોરની સમસ્યા દૂર નથી થઈ રહી. ત્યારે પોલીસ, પાલિકા અને RTO તંત્ર એકબીજાને ખો આપવાના બદલે સયુંકત રીતે મળીને કામગીરી કરે તો ચોક્કસથી રખડતાં ઢોરની સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ મળશે.
Budh Gochar 2023: ગ્રહોના રાજકુમાર બુધે કર્યું ગોચર, આ 5 રાશિઓ પર થશે ખુશીઓનો વરસાદ