બુદ્ધેશ્વર મહાદેવના ચરણ સ્પર્શ કરતા જ સુરતની કિમ નદીના પૂરના પાણી ઓસરી જાય છે...
દક્ષિણ ગુજરાતની કિમ નદી દેખાવે શાંત દેખાય છે, પણ જ્યારે ગાંડીતૂર થાય ત્યારે તારાજી સર્જે છે. સ્થાનિકોમાં કિમ નદી માટે એક લોકવાયકા છે...
કિરણસિંહ ગોહિલ/સુરત :દક્ષિણ ગુજરાતની કિમ નદી દેખાવે શાંત છે, પણ જ્યારે ગાંડીતૂર થાય ત્યારે તારાજી સર્જે છે. ગઈ કાલ સુધી કિમ નદીના કિનારે રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આજે વરસાદ વિરામ લેતા કિમ નદીના પાણી ભલે ઓસરી રહ્યા છે, પણ કિમ નદીના પૂરના પાણી અને પવન સાથે આવેલા વરસાદે આદિવાસી પરિવારોને ઘર વિહોણા કરી દીધા છે. પરંતુ આ વચ્ચે કિમ નદીનો અનોખો ઇતિહાસ જાણા જેવો છે. સ્થાનિક લોકો માને છે કે, માંગરોળના મોટા બોરસરા ગામે કિમ નદી બુદ્ધેશ્વર મહાદેવને સ્પર્શ કરતા જ પાણી ઓસરી જાય છે.
ગુજરાતના નેતાની હત્યા કરવા આવેલા શાર્પશૂટરનું ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ
સ્થાનિકોમાં કિમ નદી માટે એક લોકવાયકા છે કે, એકવાર રત્નાસાગર(દરિયો) ના સ્વયંવર યોજાયા હતા. ત્યારે દરિયા સાથે લગ્ન કરવા કિમ નદી પણ ભારે તારાજી સર્જી રત્નાસાગરને પરણવા દોડી હતી. પણ તેના સાત ભાઈઓએ તેને અટકાવી હતી. પરંતુ ભાઈઓના અટકાવવા છતાં કિમ નદી માની ન હતી. કિમ નદીને સમજાવવા દોડેલા ભાઈઓ જ્યાં થાક્યા ત્યાં સ્વંય ભૂ શિવલિંગ પ્રગટ થયા હતા. એમાંના એક એટલે મોટા બોરસરા ગામે આવેલ બુદ્ધેશ્વર મહાદેવ. હાલમાં ખાબકેલા બારે વરસાદમાં કિમ નદી ગાંડીતૂર બની હતી અને મંદિરમાં બિરાજમાન ભાઈના ચરણ સ્પર્શ કરી ઉતરી ગઈ હતી.
આજે પણ મોટા બોરસરા ગામના લોકો માને છે કે, જેમ બહેન રક્ષાબંધન પર ભાઈને મળવા આવે છે, એમ કિમ નદી દર ચોમાસામાં મોટા બોરસરા ગામે બિરાજમાન ભાઈ બુદ્ધેશ્વર મહાદેવના ચરણ સ્પર્શ કરી પાછી ફરી જાય છે. આજ દિન સુધી કિમ નદીના પાણી ગામમાં ઘૂસ્યા નથી.
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કિમ નદી બની ગાંડીતૂર બની હતી. કિમ નદી પરથી પસાર થતા તમામ લો-લેવલના બ્રિજ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા હતા. મોટા બોરસરા ગામ નજીક લો લેવલ અને હાઇલેવલ બેરલ બ્રિજ પણ ડૂબી ગયો હતો. બોરસરા ગામના મંદિર નજીક કિમ નદીના પાણી પહોંચ્યા હતા. જોકે, બાદમાં કિમ નદીની સપાટી સ્થિર થઈ ગઈ હતી. 15 દિવસમાં બે વાર કિમ નદી પરના બ્રિજ ડૂબ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....
આત્મહત્યાનો હચમચાવી દે તેવો કિસ્સો, 3 વર્ષની દીકરીને પાંચમા માળથી ફેંક્યા બાદ માતાએ છલાંગ લગાવી
બીડી મૂકેલા ઑક્સીમીટરના વાયરલ વીડિયોનું સત્ય શોધી કઢાયું, રિયાલિટી ચેકમાં થયો મોટો ખુલાસો
આજથી RTE માં પ્રવેશ શરૂ, કોરોનાને પગલે પ્રોસેસ ઓનલાઈન કરાઈ