ધોરાજીમાંથી પકડાયો મિ. નટવરલાલ, મંડળીના 14 લાખ રૂપિયા ચાંઉ કરી ગયો
ધોરાજીમાં એક એવા મિ. નટવરલાલ પકડાયો છે, તે જ્યાં નોકરી કરતા હતો ત્યાં જ રૂપિયાની ઉચાપત કરીને તે રૂપિયાતી જલસા કરી રહ્યો છે. રૂપિયાની લાલચ માણસને કંઈ પણ કરાવે છે. લાલચુ વ્યક્તિ રૂપિયાની લાલચમાં જગ્યા અને સ્થળ પણ ભૂલી જાય છે. આવી જ લાલચમાં ધોરાજીમાં રહેતા અને કિસાન સહકારી મંડળીમાં નોકરી કરતા કર્મચારીએ ઉચાપત કરી છે અને પોલીસ હવે તેના વિરુદ્ધ કાયદેસરની કર્યવાહી કરી રહી છે.
દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા :ધોરાજીમાં એક એવા મિ. નટવરલાલ પકડાયો છે, તે જ્યાં નોકરી કરતા હતો ત્યાં જ રૂપિયાની ઉચાપત કરીને તે રૂપિયાતી જલસા કરી રહ્યો છે. રૂપિયાની લાલચ માણસને કંઈ પણ કરાવે છે. લાલચુ વ્યક્તિ રૂપિયાની લાલચમાં જગ્યા અને સ્થળ પણ ભૂલી જાય છે. આવી જ લાલચમાં ધોરાજીમાં રહેતા અને કિસાન સહકારી મંડળીમાં નોકરી કરતા કર્મચારીએ ઉચાપત કરી છે અને પોલીસ હવે તેના વિરુદ્ધ કાયદેસરની કર્યવાહી કરી રહી છે.
શું છે ઘટના?
ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળી લિ આવેલી છે. આ મંડળીમાં નોકરી કરતા અને માત્ર 6 માસ પહેલા રાજીનામુ આપેલ પૂર્વ કર્મચારી અને મંડળીના મંત્રી વગેરેની જવાદારી સંભાળતા કર્મચારીએ જ મંડળીના 14 લાખ 40 હજાર રૂપિયાની ઉચાપત કરી લીધી હતી અને મંડળીના રોજમેળ સહિતના રજિસ્ટરમાં છેડછાડ કરી હતી. જે બાબતની ફરિયાદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને પોલીસે આ બાબતની તપાસ પણ શરૂ કરી છે.
આ પણ વાંચો : મોરબી : સિરામિક કારખાનામાં લોખંડનો સંચો તૂટતા 3 લોકો કાટમાળ નીચે દબાયા, કંપનીના ભાગીદારનું મોત
કેવી રીતે કરી ઉચાપત
ધોરાજીમાં કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળી ચાલે છે. તેમાં ધોરાજીના જ રહેવસી એવા નટવરલાલ નાથાલાલ બાલધા મંડળીની શરૂ થઇ ત્યારથી તેના મંત્રી તરીકે નોકરી કરતા હતા. સાથે સાથે મંડળીની તમામ કામગીરી તેઓ કરતા હતા. તેઓ મંડળીનો તમામ વહીવટ કરતા હતા.
વર્ષ 2020 ના જુલાઈમાં 21 તારીખે તેમણે સ્વૈચ્છિક રાજીનામુ આપી દીધું હતું. ત્યારે મંડળીના નિયમો મુજબ મંડળીના પ્રમુખ દ્વારા આ બાબતે ભવિષ્યમાં જો કોઈ ગોટાળા નીકળે તો તે બારાની તમામ જવાબદારી આ કર્મચારી નટવરલાલની રહેશે તેવી બાબતની તમામ લેખિત બાહેંધરી સાથે કર્મચારી નટવરલાલનું રાજીનામુ મંજુર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મંડળીનો હિસાબ તપાસતા જાણવા મળ્યુ કે, નટવરલાલે મંડળીના 17 ચેકો વટાવીને પોતાના ખાતામાં જમા કરી લીધા હતા. સાથે જ કોરા ચેક પણ વટાવીને પોતાના અંગત ખાતામાં જમા કરાવી લીધા હતા. સાથે સાથે મંડળીમાં ખોટા ઠરાવ ઉભા કર્યા હતા અને ઠરાવ નંબર 5 કરીને તેમાં તેઓએ આર્થિક લાભ લેવા માટેની જોગવાઈ ઉભી કરી હતી અને તેના આધારે મંડળીની ફિક્સ ડિપોઝિટ પણ વટાવી લીધી હતી.
આ પણ વાંચો : PAAS એ સત્ય પત્રમાં કોંગ્રેસ વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું-આ રીતે પાર્ટીએ દગો દીધો
સાથે પોતે મંડળીના મંત્રી હોય અને વિશ્વાસઘાત કરીને તેણે મંડળીના ચેકોમાં ખોટી સહીઓ કરીને મંડળીના ટ્રસ્ટીઓની જાણ બહાર ચેકો વટાવી લીધા હતા અને તમામ રકમ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. જેની જાણ મંડળીના ટ્રસ્ટી અને અન્યને થતા તેઓએ આ બાબતની ફરિયાદ ધોરાજી પોલીસમાં નોંધાવી હતી. ધોરાજી પોલીસે આ બાબતની તપાસ શરૂ કરી છે.
રાજીનામાં બાદ સામે આવેલ ઉચાપતના પગલે નટવરલાલ મંડળી સાથે સમાધાન કરવા માટે મંડળીની ઓફિસમાં આવ્યો હતો. જ્યાં 14 લાખ 40 હજાર રૂપિયાની સામે 5 લાખમાં પતાવટ કરવા માટે પ્રયત્ન કર્યો હતો. આ તમામ વાતચીત મંડળીના CCTV માં રેકોર્ડ થઇ હતી. જેના આધારે ધોરાજી પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ ધોરાજી પોલીસે નટવરલાલની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.