જયેન્દ્ર ભોઇ/ગોધરા: પંચમહાલના જિલ્લા મથક ગોધરાના પેટ્રોલ પંપ માલિકો રૂપિયાનો ભરાવો થવાને લઇ મુશ્કેલીમાં મુકાયા છે. આમ તો પૈસા ભેગા થવાથી મુશ્કેલીઓ દૂર થતી હોય છે, પરંતુ ગોધરાના પેટ્રોલ પંપના માલિકો રૂપિયા ભેગા થતા મુશ્કેલીમાં મુકાયા છે. ગોધરા શહેરના 15 જેટલા પ્રેટ્રોલપંપના માલિકોની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોધરા શહેરમાં અંદાજિત 15 જેટલા પેટ્રોલ પંપ આવેલા છે અને આ પેટ્રોલ પંપના માલિકો આજકાલ ચલણી સિક્કાના ભરાવાને લઇ મુશ્કેલીમાં મુકાયા છે. ગોધરા ખાતે જ આવેલ એમ.એચ એન્ડ એ પટેલ પેટ્રોલ પંપના માલિક જે રીતે જણાવી રહ્યા છે કે ભારત સરકાર દ્વારા ચલણમાં મુકવામાં આવેલ નવા દરના ચલણી સિક્કાઓ જે રૂપિયા 5 અને 10ના દરના છે તે અન્ય કોઈ પણ પેઢી કે દુકાનદારો ના પાડતા હોવાથી ગ્રાહકો સીધા પેટ્રોલ પંપ પર ચલણી સિક્કાઓના પેકેટ લઇને જ આવતા હોય છે. અને કાયદાકીય રીતે ભારતનું ચલણમાં હોય તેવું ચલણી નાણું કોઈ પણ અવેજમાં લેવાનીના પાડી ન શકે તેથી અમારે મજબૂરીમાં આ ચલણી સિક્કાઓના પેકેટ લેવા પડે છે.


આ સિક્કાઓ જયારે ગ્રાહકોને આપવાની પ્રયત્ન કરવામાં આવે તો તેઓ સ્વીકારતા નથી. જેથી અનેક વખત પંપ પર હાજર કર્મચારીઓને ગ્રાહકો સાથે સીધી તકરાર થાય છે. આ બાબતથી કંટાળીને પેટ્રોલ પંપ માલિકોએ સિક્કા જમા કરી સીધા બેન્કમાં આપવાનું નક્કી કર્યું હતું. થોડા જ સમયમાં એમ.એચ એન્ડએ પટેલ પેટ્રોલ પંપના માલિક ઇલ્યાસ પટેલ એકલા પાસે જ 7 લાખથી વધુના ચલણી સિક્કાઓ ભેગા થઇ ગયા છે. ઇલ્યાસ ભાઈએ આ સિક્કાઓને તેમના ઘરે અને પેટ્રોલ પંપની ઓફિસમાં રીતસરના પેકેટ બનાવી ઢગલા માર્યા છે.


ભાજપના કાર્યક્રમમાં કાર્યકરોના બદલે સરકારી શિક્ષકો, શહેર પ્રમુખ સામે વધી રહી છે નારાજગી


બીજી તરફ તેમનું ખાતું બેન્ક ઓફ બરોડામાં હોય સ્થાનિક બ્રાન્ચ અને રિજિયોનલ ઓફિસમાં પણ આ બાબતે લેખિતમાં ફરિયાદ અરજી કરી હોવા છતાં બેન્ક આ બાબતે કઈ ધ્યાન આપતી ન હોવાનો ઇલ્યાસભાઈનો આક્ષેપ છે. ઉપરથી બેન્ક પોતાની પાસે ચલણી સિક્કાઓ ભરાવો થઇ જતા મુકવા જગ્યા ન હોવાનું બહાનું બતાવી રહી હોવાનો પણ ઇલિયસભાઈ આક્ષેપ કરી રહ્યા છે.


આ સમગ્ર બાબતે ઇલિયસભાઈ સહીત ગોધરાના પેટ્રોલ ડીઝલ ડીલરોએ એસોસિએશનના સેક્રેટરીને પણ જાણ કરી છે. ગોધરાના મોટા ભાગના પેટ્રોલ ડીઝલ ડીલરો એટલે કે પેટ્રોલ પંપના માલિકો પાસે હાલ ચલણી સિક્કાનો ભરાવો થઇ ગયો છે. અને આ સિક્કા જમા થવાને લીધે પોતાનું જે નાણાકીય સર્ક્યુલેશન બંધ થઇ ગયું છે. અને તેને લઇ આ ડીલરો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. લાખો રૂપિયાના જમા થયેલ સિક્કાઓથી રોકડ વ્યવહારો કરવા કઈ રીતે તે આ ડીલરોને મુંજવતો પ્રશ્ન છે ત્યારે આ બાબતે ગોધરા પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના સેક્રેટરીએ પણ ડીલરોનો સિક્કાના ભરણની સમશ્યાની તમામ બેંકોને રજૂઆત કરી છે. પરંતુ આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી.


બનાસકાંઠા એસપીના ચાર્જમાં રહેલા DYSP અજિત રાજીયાણ સામે નોંધાઇ ફરિયાદ


ગોધરાના પેટ્રોલ ડીઝલ ડીલરો પાસે મોટી માત્રામાં ચલણી સિક્કાઓ જમા થવાના કારણે બેન્ક ઓફ બરોડાને રજૂઆતો કરવામાં આવતા બેન્ક ઓફ બરોડા રિજિયોનલ બ્રાન્ચના મેનેજરે આ બાબતે નિવેદન આપતા જણવ્યું કે, ગોધરાની તમામ શાખાઓ સાથે વાત કરીને આ સમશ્યાનું ઉચિત સમાધાન કરવાની ખાતરી આપી છે. ગ્રાહકો દ્વારા જે તે બ્રાન્ચ પાસેથી યોગ્ય સમય મેળવી વ્યવસ્થિત પેકીંગ કરી થોડી થોડી માત્રામાં ડીલરો પાસે જમા થયેલ સિક્કાઓ આપવામાં આવશે તો ચોક્કસ બ્રાન્ચ તેમને સહયોગ કરશે.


એક તરફ પેટ્રોલ ડીઝલ ડીલરો જણાવી રહ્યા છે. બેન્ક ઓફ બરોડાની સ્ટેશન શાખા દ્વારા સિક્કાઓ સ્વીકારવા માટે સ્પષ્ટના પાડી દેવામાં આવી છે. તો બીજી તરફ બીઓબીના જ રિજિયોનલ મેનેજર દ્વારા સમશ્યાનું ઉચિત સમાધાન કરવાની ખાતરી આપી છે. ત્યારે હવે ડીલરો પાસે જમા થયેલ સિક્કાઓનું યોગ્ય નિરાકરણ થાય તેવી માંગ ગોધરાના પેટ્રોલ પંમ્પ માલિકો કરી રહ્યા છે. 


જુઓ Live TV:-