ભાજપના કાર્યક્રમમાં કાર્યકરોના બદલે સરકારી શિક્ષકો, શહેર પ્રમુખ સામે વધી રહી છે નારાજગી

વિશ્વની સૌથી મોટી પાર્ટી અને દેશના મોટા ભાગના રાજ્યોમાં સત્તાધારી ભાજપાના સમગ્ર દેશમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે. કલમ 370 દૂર કરવા મામલે કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓ સમગ્ર દેશમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં પણ કાર્યકરોની નારાજગી જોવા મળી.

ભાજપના કાર્યક્રમમાં કાર્યકરોના બદલે સરકારી શિક્ષકો, શહેર પ્રમુખ સામે વધી રહી છે નારાજગી

બ્રિજેશ દોશી/અમદાવાદ: વિશ્વની સૌથી મોટી પાર્ટી અને દેશના મોટા ભાગના રાજ્યોમાં સત્તાધારી ભાજપાના સમગ્ર દેશમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે. કલમ 370 દૂર કરવા મામલે કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓ સમગ્ર દેશમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં પણ કાર્યકરોની નારાજગી જોવા મળી. સંગઠનમાં સદસ્યતા અભિયાનના નામે પ્રદેશ ભાજપે મોટા કાર્યક્રમો યોજ્યા જેમાં બૌદ્ધિક વર્ગના તબીબો, વકીલો અને રાજ્યના જાણીતા ચહેરાઓને જોડ્યા. પણ આજે અમદાવાદમાં યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બૌદ્ધિકોની પાંખી હાજરી જોવા મળી હતી. 

અમદાવાદ શહેર સંગઠન ભાજપનું સૌથી મોટું અને સબળ સંગઠન છે જેના જોર પર પ્રદેશ ભાજપે ઘણા સફળ કાર્યક્રમો આપ્યા છે. પણ છેલ્લા કેટલાક સમયથી શહેર સંગઠનમાં કાર્યકરોની શહેર પ્રમુખ સામેની નારાજગી તમામ કાર્યક્રમોમાં બહાર આવી રહી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર ભાજપે રાષ્ટ્રિય એકતા અભિયાન કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ આશ્રમ રોડ પર આવેલા દિનેશ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. 1000 લોકોની ક્ષમતા ધરાવતા આ હોલમાં શહેર પ્રમુખને હોલ ભરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના શિક્ષકોને બોલવવા પડ્યા હતાં.

કાર્યક્રમમાં શહેર ભાજપના હોદેદારો, ચેમ્બર ઓફ કોમર્સ ના સભ્યો, પ્રબુદ્ધ નાગરિકોને આમંત્રણ આપ્યું હતું. પરંતુ હોલ ન ભરવાના ડરના કારણે શહેર ભાજપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ શાળાઓના ત્રણ ત્રણ શિક્ષકોને કાર્યક્રમાં ફરજીયાત હાજર રહેવા મૌખિક સૂચના આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન કઈ શાળાના કેટલા શિક્ષકો હજાર રહ્યા તેની હાજરી પણ પુરવામાં આવી હતી.

સૌરાષ્ટ્રમાં મેઘો સાબેલાધાર, ખંભાળિયામાં 2 કલાકમાં 6 ઈંચ વરસાદ

આ પહેલો બનાવ નથી જ્યારે શહેર ભાજપના કાર્યક્રમમાં હોદેદારો કે કાર્યકરોની પાંખી સંખ્યા જોવા મળી હોય. લોકસભા ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કાર્યક્રમમાં પણ કાર્યકરો એકઠા કરવામાં અમદાવાદ શહેર ભાજપ ગયું હતું. જેને લઇને રાષ્ટ્રીય અધ્યક્ષે પ્રદેશના નેતાઓને પણ ઠપકો આપ્યો હતો તો મુખ્યમંત્રી વિજય રૂપાણીના અમદાવાદ માં યોજાયેલા મોટાભાગના કાર્યક્રમો પણ કાર્યકરો ની પાંખી હાજરી જોવા મળતી હોય છે. હદ તો ત્યાં થઈ કે ભાજપ ના ચૂંટાયેલા કોર્પોરેટરો અને ધારાસભ્યો પણ કાર્યક્રમ માં ગેરહાજર રહેતા હોય છે.

આજના કાર્યક્રમ માં હાજરી આપવા આવેલ એક શિક્ષિકાએ નામ ન જણાવાની શરતે જણાવ્યું હતું કે આજે વહેલી સવાર થી અમે સ્કૂલમાં બાળકો ને ભણાવવા ગયા હતા. કોર્પોરેશનના સત્તાધીશોએ ભાજપના રાષ્ટ્રીય એકતા અભિયાન કાર્યક્રમ માં હાજરી આપવા મૈખિક સૂચના આપી હતી. દરેક સ્કૂલ અને ઝોન પ્રમાણે ત્રણ ત્રણ શિક્ષકો ને હાજરી આપવા સૂચના મળી હતી. અમારા બાળકો સવાર થી ઘરે એકલા છે એટલા માટે અમે હવે ચાલુ કાર્યક્રમ છોડી જઈ રહ્યા છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ શહેર ભાજપ આયોજિત છેલ્લા ઘણા કાર્યકરોમાં કાર્યકરોની પાંખી હાજરી હોય છે. તો બીજી તરફ કાર્યક્રમમાં ઉત્સાહિત થયેલા શહેર પ્રમુખ જગદીશ પંચાલે સ્વાગત પ્રવચન શરૂવાતમાં જ મોદી સરકાર 2.0ને 100 દિવસના બદલે 100 વર્ષ કહ્યા અને 2 વખત ભૂલ કરતા સ્ટેજ પર જ પોતાની ભૂલ સ્વીકારી હતી. 

મહત્વની વાત તો એ છે કે, ભાજપના શહેર સંગઠનના પ્રભારી તમામ કાર્યક્રમોમાં હાજર હોવા છતાં કાર્યકરોની પાંખી હાજરી અને નારાજગી તેમને પણ દેખાઈ ન રહી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. અમદાવાદ ભાજપના કાર્યક્રમોમાં પાંખી હાજરી માટે શહેરના કાર્યકરો અને આગેવાનો શહેર પ્રમુખને જવાબદાર માની રહ્યાની આંતરિક ચર્ચા કરી રહ્યા છે.  લાંબા સમયથી શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ કાર્યકરો અને આગેવાનોની અવગણતાં હોવાની ફરિયાદો શહેર પ્રભારી સુધી પણ પહોંચી છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news