close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

બનાસકાંઠા એસપીના ચાર્જમાં રહેલા DYSP અજિત રાજીયાણ સામે કોર્ટમાં અરજી કરાઇ

થરાદ DYSP અને બનાસકાંઠાના ઇન્ચાર્જ SP સહિત અન્ય 5 પોલીસ કર્મીઓ સામે થરાદ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. નાનામેસરા ગામના માવજીભાઈ દરજી નામના વ્યક્તિએ થરાદ DYSP સહિત થરાદ પોલીસ સ્ટેશનના PI તથા બે PSO અને એક કોન્સ્ટેબલ વિરુદ્ધ થરાદ કોર્ટમાં અરજી કરવામાં આવી છે 

Kuldip Barot - | Updated: Sep 12, 2019, 07:41 AM IST
બનાસકાંઠા એસપીના ચાર્જમાં રહેલા DYSP અજિત રાજીયાણ સામે કોર્ટમાં અરજી કરાઇ
Dysp અને બનાસકાંઠા એસપી (ચાર્જ) અજીત રાજીયાણ

બનાસકાંઠા/અલ્કેશ રાવ: થરાદ DYSP અને બનાસકાંઠાના ઇન્ચાર્જ SP સહિત અન્ય 5 પોલીસ કર્મીઓ સામે થરાદ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. નાનામેસરા ગામના માવજીભાઈ દરજી નામના વ્યક્તિએ થરાદ DYSP સહિત થરાદ પોલીસ સ્ટેશનના PI તથા બે PSO અને એક કોન્સ્ટેબલ વિરુદ્ધ થરાદ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. 

ફરિયાદએ પુત્રીનું મોબાઈલ રેકોર્ડિંગ વાઇરલ કરવાની ધમકી આપનારા રાજસ્થાનના 2 લોકો સામે 20 દિવસ પહેલા ફરિયાદ આપ્યા છતાં ફરિયાદ ન નોંધતા જવાબદાર અધિકારીઓ સામે કોર્ટમાં કોર્ટમાં અરજી કરાઇ છે. ફરિયાદીએ કોર્ટમાં 5 પોલીસકર્મીઓ વિરુદ્ધ IPC કલમ 166 A(સી) અને 354 (એ) (બી) હેઠળ કાર્યવાહી કરવાની કરી માંગ કરી છે.

સૌરાષ્ટ્રમાં મેઘો સાબેલાધાર, ખંભાળિયામાં 2 કલાકમાં 6 ઈંચ વરસાદ

મહત્વનું છે, કે થરાદના ડીવાયએસપી અત્યારે બનાસકાંઠાના એસ.પી તરીકેના ચાર્જમાં છે. અને તેમની વિરુદ્ધ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. થરાદમાં એક ફરિયાદીએ તેની પુત્રીના મોબાઇલનું રેકોર્ડિગ કરનાર અને ધમકી આપનાર સામે અગાઉ 20 દિવસ પહેલા પોલીસને ફરિયાદ આપી હતી. પરંતુ અત્યાર સુધી તેમાં કોઇ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા તેણે હવે થરાદ ડીવાયએસપી અજિત રાજીયાણ સામે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. 

જુઓ Live TV:-