અમદાવાદ : તાજેતરમાં અમદાવાદ ખાતે સાબરમતી ફેસ્ટિવલનું સમાપન થયું હતું અને આ પ્રસંગે યોજાયેલ મ્યુઝિકલ નાઇટમાં ટોચના મૂળ ભાવનગરના એવા ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલે ગુજરાતી અને હિન્દી ગીતોનું ધમાકેદાર પર્ફોમન્સ આપીને બધાના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે અમદાવાદ આવેલા પાર્થિવે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેણે સિંગર તરીકે પોતાની કરિયરની સફરની વાત કરી હતી અને સાથેસાથે તેની પસંદગીના ગીતો ગાઈને જમાવટ કરી દીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્થિવ ગોહિલનો ખાસ ઇન્ટરવ્યૂ જોવા કરો ક્લિક


પોતાની કરિયરના ટર્નિંગ પોઇન્ટ વિશે તેમજ બોલિવૂડમાં પોતાના કામ કરવાના અનુભવ વિશે પાર્થિવે જણાવ્યું છે કે ''ઝી ટીવીના રિયાલિટી શોમાં મારી જીત એ જીવનનો ટર્નિંગ પોઇન્ટ છે. આ સફળતાને કારણે જ હું ભાવનગરથી મુંબઈ જવાનો નિર્ણય લઈ શક્યો હતો જેણે મારી કરિયરને આગળ વધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. જ્યાં સુધી બોલિવૂડમાં કામ કરવાના અનુભવનો સવાલ છે ત્યાં સુધી આપણા દેશમાં  બોલિવૂડનો એટલો બધો પ્રભાવ છે કે ટેલેન્ટેડ ગાયકને ત્યાં સુધી ઓળખ નથી મળતી જ્યાં સુધી તે ફિલ્મમાં ગાઈ નથી લેતો. મારી ગાયક તરીકેની સફર ચેલેન્જિંગ હતી પણ મારું માનવું છે કે જો તમારું ધ્યેય સ્પષ્ટ હોય તો સફળતા ચોક્કસ મળે છે.''


IPL 2018 : સહેવાગની બરોબરી કરી બટલરે બનાવ્યો અનોખો રેકોર્ડ


ઇન્ટરવ્યૂ દરમિયાન પાર્થિવ ગોહિલે હાલમાં ગુજરાતી ફિલ્મની સ્થિતિ વિશે વાત કરી હતી તેમજ જૂના ફિલ્મ સંગીત તેમજ નવા ફિલ્મ સંગીત વિશે રસપ્રદ અવલોકન જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે ''હાલમાં ગુજરાતી ફિલ્મોનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે. હાલમાં અનેક સારી ફિલ્મો અને ટેલેન્ટેડ કલાકારો માર્કેટમાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર પણ એવોર્ડ આપીને પ્રતિભાને પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાતી સંગીત યુવાનોમાં પણ સારું એવું લોકપ્રિય છે. જુના સંગીત અને નવા સંગીતની સરખામણી કરીએ તો પહેલાંની અને અત્યારની કામ કરવાની શૈલીમાં બહુ તફાવત છે. પહેલાં લોકો પાસે વધારે સમય હતો અને ગીત બનાવવા માટે વધારે સમય ફાળવી શકાતો હતો. આજે મ્યુઝિકનું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે. જોકે આજે પણ કર્ણપ્રિય અને સોફ્ટ રોમેન્ટિક ગીતો બને છે અને લોકપ્રિય પણ થાય છે જેનું ઉદાહરણ છે અરિજીતનું 'હમ તેરે બિન રહ નહીં શકતે...'''


એક કલાકાર તરીકે પોતાને થયેલા સારા અને ખરાબ અનુભવ વિશે વાત કરતા પાર્થિવે જણાવ્યું છે કે ''કલાકાર માટે ખરાબ અનુભવ એ છે કે તે જ્યારે પર્ફોમન્સ આપતો હોય ત્યારે દર્શકો ધ્યાન ન આપે. મને જગ્યા અને સમય તો યાદ નથી પણ આવું બને ત્યારે દિલમાં બહુ ખુંચે છે. જોકે સામા પક્ષે સારા અનુભવ પણ થાય છે. હમણાં આવો જ અનુભવ થયો લંડનમાં વુમેડ ફેસ્ટિવલમાં. આ ફેસ્ટિવલમાં દુનિયાભરના કલાકારો પોતાનું સ્વતંત્ર મ્યુઝિક આપે છે. હું પણ સલીમ અને સુલેમાન સાથે ઇ્ન્ડિપેન્ડન્ટ મ્યુઝિક પર્ફોર્મ કરવા ગયો હતો. અહીં ગુજરાતી તો શું કોઈ ભારતીય પણ નહોતો. અહીં મેં દુહા-છંદ સાથે રોક મ્યુઝિકનું ફ્યુઝન રજુ કર્યું હતું અને ધોળિયાઓએ એની ધમાલ મજા માણી હતી.''