સુરતની આંખ ઉઘાડતી ઘટના : ચાર વર્ષનું બાળક મોબાઈલ જોતા જોતા છેક ચાર રસ્તા સુધી પહોંચી ગયું
Surat News : 4 વર્ષનું બાળક મોબાઈલમાં જોતું જોતું કામરેજ ચાર રસ્તા પહોંચી ગયું... પોલીસે માતાપિતાને જાણ કરી ત્યારે તેમને ખબર પડી
Surat Police : બાળકોને મોબાઈલ પકડાવીને બિન્દાસ્ત થઈ જતા માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતના કામરેજની રત્નપૂરી સોસાયટીમાં મહેમાન તરીકે આવેલા પરિવારનું બાળક મોબાઈલમાં જોતું જોતું કામરેજ ચાર રસ્તા પાસે પહોંચી ગયું હતું, પોલીસ કર્મીએ બાળકને જોઈ લેતા તેના પરિવારનો સંપર્ક કર્યો. બાળકની માતાને બોલાવી પોલીસે તેમને જરૂરી સૂચનો કર્યા હતા. આમ, સુરત પોલીસની સતર્કતાના કારણે હેમખેમ બાળક પરિવારને પરત મળ્યું હતું.
બન્યું એમ હતું કે, સુરતના કામરેજની રત્નપૂરી સોસાયટીમાં એક પરિવારને ત્યાં મહેમાન તરીકે આવેલ પરિવારનું બાળક મોબાઈલ લઇને ઘરની બહાર નીકળી ગયું હતું. ચાર વર્ષનું બાળક મોબાઈલમાં જોતું જોતું છેક કામરેજ ચાર રસ્તા પહોંચી ગયું હતું. વાહનોથી ધમધમતા કામરેજ ચારરસ્તા ખાતે બાળક રસ્તો ક્રોસ કરી રહ્યું હતુ તે દરમિયાન પોલીસની નજર બાળક પર પડી. હાજર પોલીસે તુરત દોડ મૂકી બાળકને લઈ લીધું હતું. બાળકના હાથ રહેલ મોબાઇલથી બાળકના પરિવારનો સંપર્ક કર્યો હતો. બાળકની માતાને બોલાવી જરૂરી સૂચનો કરાયા હતા. આમ, પોલીસની સતર્કતાના કારણે હેમખેમ બાળક પરિવારને પરત મળ્યું હતું.
અંબાલાલ પટેલની નવી આગાહી : નવરાત્રિમાં વરસાદ બાદ વાવાઝોડાનો વધુ એક રાઉન્ડ આવશે