અમેરિકાની ધરતી પર વસુધૈવ કુટુમ્બકમનો વિચાર મૂર્તિમંત થયો, ભવ્ય અક્ષરધામનું મહંત સ્વામીના હસ્તે લોકાર્પણ

Akshardham In America : જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે અંતે પૂરી થઈ છે. અમેરિકામાં બનાવાયેલું વિશ્વનું બીજુ સૌથી મોટું હિન્દુ મંદિર અને અક્ષરધામ સ્વામીનારાયણ આખરે ભક્તો માટે ખુલ્લુ મૂકાયું છે. અમેરિકામાં અક્ષરધામ સમારોહ સંપન્ન થયો છે. મહંત સ્વામીના આશીર્વચન સાથે અક્ષરધામ મંદિરનું ભવ્યાતિભવ્ય લોકાર્પણ કરાયું છે. US ધરતી પર વસુધૈવ કુટુમ્બકમનો વિચાર મૂર્તિમંત થયો છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં BAPS મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહંત સ્વામી મહારાજના હસ્તે કરાઈ હતી. જે ભારત બહાર વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર બની રહ્યું છે. અમેરિકાના ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં આ ભવ્ય મંદિર તૈયાર કરાયું છે. 

1/5
image

ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરથી 90 કિમી દક્ષિણમાં આ મંદિર આવેલું છે. આ મંદિરને પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથ અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં 10 હજાર મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. આ ઉપરાંત ભારતીય સંગીત વાદ્ય અને નૃત્યકલાની નકશીકામ કરવામાં આવ્યું છે. આ મંદિર કમ્બોડિયાના અંગકોરવાટ બાદનું સૌથી મોટું મંદિર બન્યું છે. 

2/5
image

અક્ષરધામ હિન્દુ મંદિરને વાસ્તુકલા ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવ્યું છે. આ અદ્વિતીય માંનીરની ડિઝાઇનમાં એક મુખ્ય મંદિર, 12 ઉપ મંદિર, 9 શિખર અને 9 પિરામીડ શિખરનો સમાવેશ થાય છે. અક્ષરધામ પારંપરિક પત્થર વાસ્તુકલાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો અંડાકાર ગુંબજ છે.      

3/5
image

ન્યુ જર્સીના નાનકડા રોબિન્સવિલે ટાઉનશીપમાં આવેલ BAPS સ્વામિનારાયણ અક્ષરધામ 12 વર્ષોમાં સમગ્ર યુએસમાંથી 12,500 સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર 183 એકરમાં ફેલાયેલું છે. તેમાં પ્રાચીન હિંદુ શાસ્ત્રો અને સંસ્કૃતિ અનુસાર 10,000 પ્રતિમાઓ અને મૂર્તિઓ પણ સામેલ છે. મંદિરને યુ.એસ.માં હિન્દુ સંસ્કૃતિ અને સ્થાપત્યનું સીમાચિહ્ન માનવામાં આવે છે 

4/5
image

આ મંદિરને પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથોના આધારે બનાવવામાં આવ્યું છે, તેમાં 10 હજાર પ્રતિમાઓ છે, તેમજ ભારતીય સંગીત વાદ્યયંત્રો અને નૃત્ય રૂપોનું નક્શીમકામ તથા ભારતીય પ્રાચીન સંસ્કૃતિને દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. આ મંદિર કંબોડિયા સ્થિતિ અંકોરવાટ બાદ દુનિયાનું બીજું સૌથી મોટુ હિન્દુ મંદિર છે.   

5/5
image

12 મી સદીમાં કંબોડિયાના અંકોરવાટમાં બનેલુ મંદિર વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. જે 500 એકરમાં ફેલાયેલું છે. તેને યનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરાયું છે. નવી દિલ્હીમાં બનાવેયાલું અક્ષરધામ મંદિર 100 એકરમાં બનાવાયેલું છે.