સત્યમ હંસોરા/રાજકોટ : રાજકોટના આજીનદીના પટ માંથી બાળકનું કપાયેલ માથું મળી અવવાની ઘટનાનો ભેદ હજુ પણ નથી ઉકેલાયો. ઘટનાને આજે 11 જેટલા દિવસ થઇ ગયા છે. તેમ છતાં પોલીસ હજુ ફાંફાં મારી રહી છે. રાજકોટ પોલીસે આ ઘટનાની કડી મેળવવા માટે હવે સ્કેચનો સહારો લીધો છે. રાજકોટ પોલીસ દ્વારા બાળકના ચહેરાનો સંભવિત સ્કેચ તૈયાર કરાયો છે. બાળકની ઉંમર 12થી 14 વર્ષની હોવાનું પોલીસને અનુમાન છે. આ સ્કેચના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે. રાજકોટ પોલીસ દ્વારા આ પહેલા ગુમ થયેલા બાળકોનું લિસ્ટ મંગાવી તપાસ કરવામાં આવી રહી છે. 


આ એક વાનગી ખાવા દક્ષિણ ગુજરાતના હાઈવે પર લાગે છે લાંબી લાઈનો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૃખડીયા પરા આજી નદીના પટમાંથી 18 ડિસેમ્બરના રોજ કપાયેલુ માથુ મળ્યું હતું. આ માથુ બાળકનું હોવાનું સ્પષ્ટ થયા બાદ પોલીસે ૩૦૨, ૨૦૧ મુજબ કાવતરુ-હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પરંતુ આ માથુ કોનું છે તેનો ભેદ આજ દિન સુધી ખૂલ્યો નથી. તેથી પોલીસે હવે સંભવિત સ્કેચ તૈયાર કર્યા છે. અલગ-અલગ હેર સ્ટાઇલ ધરાવતાં સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ સ્કેચ પૈકી કોઇ એક સ્કેચ મૃતકના ચહેરા સાથે મળતો હશે તેવું પોલીસનું માનવું છે. કોમ્પ્યુરટ ટેકનોલોજી દ્વારા આ સંભવિત સ્કેચ તૈયાર કરાયા છે. 


ફરી એકવાર સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અકસ્માત, ભાવનગરના 10 વિદ્યાર્થી ઘાયલ


ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસે બાળક અથવા તેના પરિજનોની માહિતી આપનાર માટે પોલીસે ઇનામ જાહેર કર્યું હતું. તો રાજ્યભરના મિસિંગ બાળકોના ડેટા પણ મંગાવ્યા હતા.
 


Photos: કચ્છના સફેદ રણમાં આ એક વસ્તુ જોઈને મલકાઈ ઉઠ્યું રાષ્ટ્રપતિ કોવિંદનું મુખ