રવિ અગ્રવાલ/વડોદરા :ફેસબુક પર અજાણ્યા લોકો સાથે મિત્રતા માટે સૌથી સરળ સાધન બની ગયું છે, પરંતુ તે ઘણા લોકો માટે એક નવા પ્રકારની તકલીફ પણ બની ગઈ છે. જો તમે ફેસબુક પર અજાણ્યા લોકો સાથે દોસ્તી કરો છો અને લાગણીભર્યા સંબંધો બાંધી તેમની મદદ કરો છો તો આ ન્યૂઝ તમારા માટે મહત્વના છે. વડોદરા શહેરમાં એક યુવતીને ફેસબુક ફ્રેન્ડની મિત્રતા બહુ જ ભારે પડી ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં 47 તાલુકામાં વરસાદ, જુઓ આગામી દિવસોમાં કેવુ રહેશે વાતાવરણ


વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતી મહિલાએ ફેસબુકના પર નડિયાદમાં રહેતા નિકુંજ સોની નામના યુવક સાથે મિત્રતા કેળવી હતી. યુવકે પરણીત મહિલાને પોતે બેન્કમાં નોકરી કરતા હોવાની ખોટી ઓળખ આપી પહેલા તો તેનો વિશ્વાસ મેળવ્યો હતો. તેના આ જ વિશ્વાસે તેનો દગો કર્યો હતો. બાદમાં નિકુંજે મહિલાને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. નિકુંજે મહિલાનો વિશ્વાસ કેળવીને તેની પાસેથે 12 લાખ રૂપિયા રોકડા, સોના ચાંદીના દાગીના, બેંક કોરા ચેક લીધા હતા. સાથે જ શેર સર્ટી કઢાવી ફરિયાદી મહિલા પાસેથી બળજબરીથી પાવર ઓફ એટર્ની પણ કરાવી લીધી હતી.


હવામાન વિભાગે વાયુ વાવાઝોડાનું લેટેસ્ટ બુલેટિન જાહેર કર્યું, જાણો શું માહિતી આપી


આરોપી નિકુંજ મહિલાને તેના પતિને ફેસબુક પર કરેલા મેસેજ બતાવી દેશે તેવી ધમકી આપી બ્લેકમેઈલ કરતો હતો. સાથે જ મહિલાના માતા અને મહિલા સાથે ફોન પર અપશબ્દો બોલી ધમકી આપતો હતો. મહિલા પાસેથી નિકુંજે 30 લાખની હજી માંગ કરતા મહિલાએ તેના પતિને જાણ કરી બાદમાં તેઓ વડોદરા પોલીસ કમિશનર અનુપમ સિંઘ ગેહલોતનો સંપર્ક કર્યો હતો. મહિલાએ તેમને સમગ્ર માહિતી આપી હતી. તેમજ મોબાઈલ ફોનના રેકોર્ડિગ પણ આપ્યા હતા. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી નિકુંજ સોનીની ધરપકડ કરી તેના પાસેથી 5.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેવુ ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :