મૌલિક ધામેચા, અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સામાન્ય રીતે  લોકો હરવા-ફરવા આવતા હોય છે. અને કોલેજના કે સ્કૂલના સમયે તો પ્રેમી પંખીડાઓ પણ આવતા નજરે પડે છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે હવે આ મેદાનમાં કોલ સેન્ટર ચલાવનાર પણ બેસવા લાગ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પરથી રીવર ફ્રન્ટ ઇસ્ટ પોલીસે એવા બે શખ્સોની ધરપકડ કરી છે જે બંને આરોપીઓ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ બેઠા હોય તેમ વાહન પર બેસી લેપટોપમાંથી વિદેશી નાગરિકોને છેતરવાનું કોલસેન્ટર ચલાવતા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દારૂની હેરાફેરી માટે બદનામ બોર્ડર પરથી કરોડોના ડ્રગ્સ સાથે કાશ્મીરી યુવક ઝડપાયો


અમદાવાદ રિવરફ્રન્ટના રમણીય કિનારે જ્યાં અત્યાર સુધી લોકો ફરવા આવતા, વોકિંગ માટે આવતા હોવાનું સાંભળ્યું હશે. અહીં પ્રેમી પંખીડાઓ બેઠેલા પણ નજરે પડે છે. પણ કોઈને કદાચ એવો શક પણ નહિ થયો હોય કે અહીંયા કોલ સેન્ટર કેવી રીતે ચાલતું હશે ? જી હા  રીવર ફ્રન્ટ ઇસ્ટ પોલીસને આ પેટ્રોલિંગ દરમિયાન જ બે શકમંદ વ્યક્તિ નજરે પડ્યા હતા. જેમના લેપટોપની તપાસ કરતા  પ્રાથમિક રીતે તો માર્કેટિંગ એકસિક્યુટિવની માફક કામ કરતા હતા. પણ પોલીસે શંકા જતા લેપટોપ અને મોબાઈલની તપાસ કરી તો જમાલપુર સર્કલ પાસે ખુલ્લા મેદાનમાં આ બને લોકો એક્ટીવા પર બેસીને પોતાના લેપટોપમાં ડમી કોલસેન્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. 


આ અંગે વધુ પુછપરછ માટે રીયાઝ શેખ અને સ્વપ્નિલ ક્રિશ્ચનને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. બાદમાં આરોપીઓએ કબુલાત કરી હતી કે તેઓ રીવરફ્રન્ટ પર બેસીને વિદેશી નાગરિકોને છેતરવાનું કામ કરતા હોવાથી બંનેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે બને આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે લેપટોપમાં પે ડે પ્રોસેસ નામની સીસ્ટમ ઇન્સ્ટોલ કરીને ઇન્ટરનેશનલ કોલથી વિદેશી નાગરિકોને લોન બાબતે લોભામણી સ્કીમ આપી ઠગાઈ કરતા હતા.


એટલું  જ નહીં એક ચિપ અને એપ્લિકેશન મારફતે વિદેશમાં લોકોને ફોન કરી લોનની લાલચ આપતા હતા. આ બંનેના લેપટોપમાં કુલ ૩૪ જેટલા આઈકોન તથા ફાઈલ અને ૧૬ જેટલી એક્સેલ ફાઈલ પણ મળી આવી હતી. આ તમામ ફાઇલોમાં વિદેશના નાગરિકનો ડેટા હતો. જ્યારે આ બંને શખ્સો વિદેશી કસ્ટમરની લીડની ફાઈલો પણ રાખતા હતા. બંને આરોપીઓના મોબાઇલ ફોન અને લેપટોપ હાલ કબ્જે કરવામાં આવ્યા છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube