Amreli News : ખોટી દવા આપીને રોકડી કરી લેતો બોગસ ડોક્ટર પકડાયો
ગુજરાતમાં એક તરફ જ્યા ફાર્મા સેક્ટર વધી રહ્યો છે, ત્યા લેભાગુ ડોક્ટરો દુકાનો ખોલીને રોકડી કરવા બેસી ગયા છે. રોજેરોજે ગુજરાતમાં બોગસ તબીબો પકડાઈ રહ્યા છે. રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં આવતા માંડલ ગામમાં ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે.
કેતન બગડા/અમરેલી :ગુજરાતમાં એક તરફ જ્યા ફાર્મા સેક્ટર વધી રહ્યો છે, ત્યા લેભાગુ ડોક્ટરો દુકાનો ખોલીને રોકડી કરવા બેસી ગયા છે. રોજેરોજે ગુજરાતમાં બોગસ તબીબો પકડાઈ રહ્યા છે. રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં આવતા માંડલ ગામમાં ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે.
અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો ઝડપવાની પોલીસ દ્વારા ડ્રાઈવ કરાઈ હતી. જેમાં રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશન તાબાના માંડણ ગામે એક બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરે છે અને તેની પાસે કોઇ પણ પ્રકારની ડિગ્રી કે લાઇસન્સ નથી અને લાખો રૂપિયાની દવા એકઠી કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે તાલુકા આરોગ્ય અધિકારીની ટીમ તેમજ અમરેલી એલ.સી.બી અને ડુંગર પોલીસની ટીમના સંયુક્ત ઓપરેશનમાં આ બોગસ ડોક્ટરને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ચૌધરી આદિવાસી સમાજે જૂના રિવાજો દૂર કર્યા, લગ્નોમાં થતા ખોટા ખર્ચા હવે નહિ કરાય
તેની પાસે રહેલો દવાઓનો જત્થો પણ પકડી પાડ્યો છે. આ પકડાયેલ બોગસ ડોક્ટરની મળતી માહિતીને આધારે, તેનું નામ અંતુ વાલાભાઈ લાધવા છે, જે તળાજા ભાવનગરનો વતની છે. તેમના દવાખાનામાંથી જુદા જુદા પ્રકારની દવાઓ અને રજિસ્ટર પોલીસે કબજે કરી હતી. જેની કિંમત 82 હજાર રૂપિયા જેવી અંદાજે થાય છે. ડોક્ટરે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા બાબતે જુદી જુદી કલમો હેઠળ ડુંગર પોલીસમાં ગુનો નોંધી પૂછપરછ કરી હાલ તેને જેલ હવાલે કર્યો છે તેવુ સાવરકુંડલાના ડીવાયએસપી કેજે ચૌધરીએ જણાવ્યું.
આ પણ વાંચો :
ભારતી આશ્રમના ગુમ હરિહરાનંદ બાપુને શોધવા પોલીસે લોકોની મદદ માંગી, માહિતી આપનારને રિવોર્ડ અપાશે
આજે ગુજરાતમાં ક્યાંય બહાર નીકળશો તો અચાનક વરસાદ પડી શકે છે, કમોસમી વરસાદની છે આગાહી