ચૌધરી આદિવાસી સમાજે જૂના રિવાજો દૂર કર્યા, લગ્નોમાં થતા ખોટા ખર્ચા હવે નહિ કરાય
હિન્દુ સંસ્કૃતિ બચાવવા માટે દરેક સમાજ મેદાને આવ્યો છે. પહેલા પાટીદાર સમાજ અને હવે દક્ષિણ ગુજરાતના ચૌધરી આદિવાસી સમાજે પાશ્ચાત્ય રિવાજો સામે વિરોધ દર્શાવ્યો છે. દક્ષિણ ગુજરાતના મહુવાના કાછલ ગામના ચૌધરી આદિવાસી સમાજે જૂના કુરિવાજો નાબુદ કરવાની જાહેરાત કરી છે. સાથે જ નવા 33 જેટલા સામાજિક સુધારાઓ સમાજમા લાગુ કર્યા છે. જોકે, સમાજમાં કેટલીક બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Trending Photos
સુરત :હિન્દુ સંસ્કૃતિ બચાવવા માટે દરેક સમાજ મેદાને આવ્યો છે. પહેલા પાટીદાર સમાજ અને હવે દક્ષિણ ગુજરાતના ચૌધરી આદિવાસી સમાજે પાશ્ચાત્ય રિવાજો સામે વિરોધ દર્શાવ્યો છે. દક્ષિણ ગુજરાતના મહુવાના કાછલ ગામના ચૌધરી આદિવાસી સમાજે જૂના કુરિવાજો નાબુદ કરવાની જાહેરાત કરી છે. સાથે જ નવા 33 જેટલા સામાજિક સુધારાઓ સમાજમા લાગુ કર્યા છે. જોકે, સમાજમાં કેટલીક બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સમાજે લાગુ કરેલા નવા નિયમો
- સગાઈમાં સોનાની વીંટી પહેરાવવાની અને સગાઈમાં કેક કાપવાની પ્રથા નાબૂદ
- સગાઈમાં જમણવાર રાખવું નહિ, સાકર-પડોની પ્રથા બંધ કરવી
- લગ્ન પ્રસંગે ગામમાં કંકોત્રી વહેંચવી નહિ ફક્ત નોતરું જ નાખવું
- લગ્નવિધિ દરમ્યાન ફરજીયાત ચાંદીનું જ મંગળસૂત્ર પહેરાવવું
- મરણ પ્રસંગ જમણવાર ન રાખવો
- સામાજીક પ્રસંગોએ બીડી, તમાકુની થાળી પર પ્રતિબંધ
આમ, ચૌધરી આદિવાસી સમાજે કેટલાક એવા રિવાજો દૂર કર્યા છે જેમાં બિનજરૂરી ખર્ચા થતા હતા. સમાજના લોકો માટે આ ખર્ચા તોતિંગ હતા. તેથી જ આ ખર્ચાઓ પર કાપ મૂકાય તે માટે સમાજના આગેવાનો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાછલ દૂધ મંડળીના પ્રમુખ રવીન્દ્રભાઈ ચૌધરી, નરેનભાઇ ચૌધરીની આગેવાની હેઠળ બેઠક યોજાઈ હતી, જેના બાદ આ જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયો થકી સામાજિક ખર્ચ ઘટાડી શકાશે અને લોકોની જીવનશૈલી ઉંચી આવશે.
આ વિશે મહુવા તાલુકા ચૌધરી સમાજના માજી સરપંચ નરેન ચૌધરીએ જણાવ્યુ કે, આ દૂષણો આવનારી પેઢીને ધ્યાનમાં રાખીને દૂર કરવામાં આવ્યા છે. ગામના દરેક ગામમાં નિયમોની પત્રિકા વહેંચવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દરેક સમાજ જો આ રીતે નિયમો બનાવે તો લગ્નમાં થતા ખોટા ધુમાડા ટાળી શકાય છે. લોકોની બચત પણ વધી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે