ભારતી આશ્રમના ગુમ હરિહરાનંદ બાપુને શોધવા પોલીસે લોકોની મદદ માંગી, માહિતી આપનારને રિવોર્ડ અપાશે

બે દિવસ વિત્યા છતા ભારતી આશ્રમના ગુમ હરિહરાનંદ બાપુનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ત્યારે ગુમ હરિહરાનંદ બાપુને શોધવા માટે પોલીસે લોકોનો સહારો લીધો છે. વડોદરાના વાડી પોલીસે પોલીસે સોશિયલ મીડિયામાં જાહેરાત આપી હરિહરાનંદ બાપુની માહિતી આપવા લોકોને વિનંતી કરી છે. પોલીસે કહ્યુ કે, જે આ વિશે માહિતી આપશે તેને વડોદરા પોલીસ રિવોર્ડથી સન્માનિત કરશે. 

ભારતી આશ્રમના ગુમ હરિહરાનંદ બાપુને શોધવા પોલીસે લોકોની મદદ માંગી, માહિતી આપનારને રિવોર્ડ અપાશે

રવિ અગ્રવાલ/વડોદરા :બે દિવસ વિત્યા છતા ભારતી આશ્રમના ગુમ હરિહરાનંદ બાપુનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ત્યારે ગુમ હરિહરાનંદ બાપુને શોધવા માટે પોલીસે લોકોનો સહારો લીધો છે. વડોદરાના વાડી પોલીસે પોલીસે સોશિયલ મીડિયામાં જાહેરાત આપી હરિહરાનંદ બાપુની માહિતી આપવા લોકોને વિનંતી કરી છે. પોલીસે કહ્યુ કે, જે આ વિશે માહિતી આપશે તેને વડોદરા પોલીસ રિવોર્ડથી સન્માનિત કરશે. 

જૂનાગઢના ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ બાપુના ગુમ થવા મામલે તેમના ડ્રાઈવરનું નિવેદન સામે આવ્યુ છે. હરિહરાનંદ ભરતી બાપુ જ્યારે નર્મદા તેમના આશ્રમથી અમદાવાદ ખાતે સારવાર લેવા માટે ગયા હતા, ત્યારે તેમની સાથે તેમની ફોંર્ચ્યુનર ગાડીમાં ડ્રાઈવર અને તેમનો અંગત અંગરક્ષક સાથે હતા. અમદાવાદ સારવાર લીધા બાદ હરિહરાનંદ ભરતી બાપુએ ડ્રાઈવરને વડોદરા ખાતે રાકેશભાઈને ત્યાં ઉતારીને તેને નર્મદા ખાતે આવેલ આશ્રમમાં જતા રહેવા કહ્યું હતું, ત્યારે રાતે ગાડી લઈને બંને જણા નર્મદ ખાતેના ભરતી આશ્રમ ખાતે પહોંચ્યા હતા. આ બંને જણાને સવારે ખબર પડી કે બાપુ ગુમ થયા છે. ડ્રાઈવરે કહ્યુ કે, તેઓ ઘણીવાર અમને કહેતા હતા કે આ બધું છોડીને જતા રહેવું છે. મિલકત માટે બધા ટોર્ચર કરે છે.

ગુમ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ છેલ્લે વડોદરામાં જોવા મળ્યા, CCTV માં ચાલતા જતા દેખાયા 

તો બીજી તરફ, ભારતી આશ્રમના હરિહારાનંદ બાપુના ગુમ થવા મામલે જેમના સામે આરોપ મૂકાયો છે તે આશ્રમના ઋષિ બાપુએ કહ્યુ કે, મને બદનામ કરવા માટે આરોપ લગાવાયા છે. બાપુની પ્રતિષ્ઠાને લાંછન લગાવવામાં આવ્યું છે. કેટલાક લોકો સંતત્વને લાયક નથી હોતા.

ગુમ થયેલા હરીહરાનંદ ભારતી બાપુ વડોદરામાં તેમના ભક્ત રાકેશભાઈ ડોડીયાના ઘરે આવ્યા હોવાનુ સામે આવ્યુ છે.  30 એપ્રિલના રોજ રાકેશભાઈ ડોડીયાના ઘરે બાપુ આવ્યા હતા. તેમણે ભક્ત રાકેશ ડોડીયાના ઘરે ભોજન પણ લીધું હતું. અમદાવાદથી સુરત જતાં સમયે વડોદરામાં ભક્ત રાકેશના ઘરે હરીહરાનંદ બાપુ આવ્યા હતા. ભક્ત રાકેશ ડોડીયાએ જણાવ્યુ કે, તેઓએ બાપુને કપુરાઇ ચોકડી હાઇવે પાસે આવેલ હનુમાનજી મંદિર પર ઉતાર્યા હતા. વડોદરાના ખાસવાડી સ્મશાનના કાળુ મહારાજને મળવા જવું છે એટલે મને અહીંયા ઉતારી દે એવું ભક્તને હરીહરાનંદ બાપુએ કહ્યું હતું. ત્યારે વાડી પોલીસ સ્ટેશનમાં કેવડીયા આશ્રમના સંત પરમેશ્વર ભારતીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news