‘સોમવારે આખા ગુજરાતમાં ગેસ પુરવઠો ખોરવાશે’ આ મેસેજ તમારા મોબાઈલમાં આવ્યો હોય તો ચેતી જજો
- સોમવારે ગુજરાતભરમાં ૨૪ કલાક માટે એલપીજી, પીએનજી અને સીએનજી ગેસનો પુરવઠો બંધ રહેશે તે વાત અફવા નીકળી
- ચરોતર ગેસ સહકારી મંડળીના નામે ફરતો થયેલ લેટર ગેરસમજણનાં કારણે ઇસ્યુ થયો હોવાની બાબત સામે આવી
ભરત ચૂડાસમા/ભરૂચ :‘‘સમગ્ર ગુજરાતમાં સોમવારે સવારે 5 વાગ્યાથી મંગળવાર સવારે 10 વાગ્યા સુધી LPG, CNG અને PNGનો પુરવઠો બંધ રહેશે. જેના કારણે ગુજરાતના તમામ ગેસ સ્ટેશનો અને ગેસ સપ્લાય બંધ રહેતા ઘર વપરાશથી લઈ ઔદ્યોગિકગૃહો, હોટલ, રેસ્ટોરન્ટ અને ખાસ કરીને CNG સંચાલિત વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. જેથી વપરાશકર્તાઓ અને ગ્રાહકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરી લેવા તાકીદ કરવામાં આવી છે. ગુજરાતમાં 21 વર્ષમાં પહેલી વખત ગેસ સપ્લાય બંધ રહેવાની આ પ્રકારની સ્થિતિ સર્જાશે.’’ જો તમને પણ આ પ્રકારનો મેસેજ હોય જાણી લો કે આ એક અફવા છે. દહેજમાં ગેસ પાઇપલાઇનનું મેઇન્ટેનન્સની અફવા ફેલાઈ છે. ભરૂચ ગુજરાત ગેસે આ વિશેનો ખુલાસો કર્યો છે કે, આ પ્રકારની કોઈ માહિતી અમારી પાસે નથી.
આ પણ વાંચો : BRTS ના ખાતામાં વધુ એક એક્સિડન્ટનો ઉમેરો, ટાયર ફાટતા બસ થાંભલા સાથે ભટકાઈ
ગેસ સપ્લાય પર કોઈ અસર નહિ પડે
સોમવારે ગુજરાતભરમાં ૨૪ કલાક માટે એલપીજી, પીએનજી અને સીએનજી ગેસનો પુરવઠો બંધ રહેશે તે વાત અફવા નીકળી છે. ચરોતર ગેસ સહકારી મંડળીના નામે ફરતો થયેલ લેટર ગેરસમજણનાં કારણે ઇસ્યુ થયો હોવાની બાબત સામે આવી છે. દહેજ ખાતે રૂટીન પ્રક્રિયાનાં ભાગરૂપે મેઈટેનેન્સની કામગીરી હાથ ધરાશે તેની ગેસ સપ્લાય પર કોઈ અસર નહિ પડે. તેથી ગુજરાતમાં 24 કલાક ગેસ બંધ રહેશે તે વાત તથ્ય વિહીન છે. આ મામલે ગુજરાત ગેસે ખુલાસો કર્યો કે, સોમવારે તા. 11 જાન્યુઆરીએ ગુજરાત ગેસ દ્વારા અપાતો ભરૂચમાં ગેસ પુરવઠો રાબેતા મુજબ ચાલુ રહેશે. વૈકલ્પિક વ્યવસ્થા કરી ગુજરાત ગેસ ભરૂચમાં તેનો ગેસ પુરવઠો ચાલુ રાખશે. દહેજ ખાતે ગેસ પાઇપ લાઈનમાં મેઈનટેનન્સના કારણે સમગ્ર ગુજરાતમાં તમામ ગેસ સેવાઓ બંધ રહેશે તેવા મેસેજ વાઇરલ થયા હતા. જે અફવા છે.
ગુજરાત ગેસની સ્પષ્ટતા
મેસેજ વાયરલ થયા બાદ ગુજરાત ગેસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી કે, ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔદ્યોગિક, વાણિજયક, સીએનજી અને ઘરેલુ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈપણ જાતનો કાપ મૂકવામાં આવશે નહીં અને તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે જેની નોંધ લેવા વિનંતી.
મેસેજ માત્ર ચરોતર ગેસ કંપનીનો છે
ચરોતર ગેસ કંપની તા. 11 અને 12 તારીખે ગેસ સપ્લાય બંધ કરાશે. 11 જાન્યુઆરી સવારે 5 થી 12 જાન્યુઆરી સવારે 10 વાગ્યા સુધી પુરવઠો બંધ કરાશે. ઘરેલુ અને કમર્શિયલ થઇ ૩૪૦૦૦ ગ્રાહકોને પુરવઠો નહિ મળે. મંદિર, દવાખાના, ગેસ સ્ટેશનોને વગેરેને પણ ગેસ નહિ મળે. ચરોતર ગેસ દ્વારા ગ્રાહકોને વૈકલ્પિક વ્યવસ્થા અપીલ કરાઇ છે.
આ પણ વાંચો : ‘રાની તુમસે કોઇ પ્રોબ્લેમ નહીં હૈ મુઝે, love you...’ બહેનના નામે ચિઠ્ઠી લખીને સુરતની યુવતી થઈ ગાયબ
વાયરલ થયેલો આ મેસેજ ખોટો
આ મામલે મેસેજ વાયરલ થયો હતો કે, દહેજમાં ગેસ પાઇપલાઇનનું મેઇન્ટેનન્સ હોવાથી સમગ્ર ગુજરાતમાં સોમવારે સવારે 5 વાગ્યાથી મંગળવાર સવારે 10 વાગ્યા સુધી LPG, CNG અને PNGનો પુરવઠો બંધ રહેશે. ગૃહિણીઓ, વાહનચાલકો અને ઔદ્યોગિક ગૃહોને હાલાકી પડશે. ગુજરાતમાં 21 વર્ષમાં પહેલી વખત ગેસ સપ્લાય બંધ રહેવાની આ પ્રકારની સ્થિતિ સર્જાશે. દહેજ ખાતે ગેસ સ્ટેશનમાં મેન્ટનન્સ હોવાથી આ સ્થિતિ સર્જાવાની છે. ગુજરાતની તમામ ગેસ સપ્લાય કંપનીના ડોમેસ્ટિક, ઈન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ અને CNG સ્ટેશનોનો સપ્લાય બંધ રહેશે. ગુજરાતના કલોલમાં 2020ના ડિસેમ્બરના અંતમાં ONGC ગેસ લાઈનમાં ભેદી ધડાકો થયો હતો અને એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા હતાં. ગેસ પાઈપલાઈનમાં ધડાકાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ જે ઘર નીચેથી પાઈપલાઈન પસાર થતી હતી. જેથી તકેદારીના ભાગ રૂપે સરકાર દ્વારા ગેસ પાઈપલાઈન અને અન્ય સ્ટોરેજ સેન્ટરોનું મેઇન્ટેનન્સ કરવાનું જાહેર કરાયુ હોવાની શક્યતા છે.
આ પણ વાંચો : આ મહિલાએ કરેલી પોતાના મોતની ભવિષ્યવાણી સાચી પડી, બરાબર એ જ સમયે દેહ ત્યાગ કર્યો