‘રાની તુમસે કોઇ પ્રોબ્લેમ નહીં હૈ મુઝે, love you...’ બહેનના નામે ચિઠ્ઠી લખીને સુરતની યુવતી થઈ ગાયબ

‘રાની તુમસે કોઇ પ્રોબ્લેમ નહીં હૈ મુઝે, love you...’ બહેનના નામે ચિઠ્ઠી લખીને સુરતની યુવતી થઈ ગાયબ
  • 7 જાન્યુઆરીના રોજ સવારે બંને બહેનો એકસાથે નોકરી માટે ઘરેથી નીકળી હતી. પરંતુ રજનીકુમારી બેંકમાં પહોંચી ન હતી
  • ગભરાયેલી નાની બહેને સુરતમાં અનેક સ્થળે રજનીની શોધ ચલાવી હતી, પણ સાંજ સુધી તે મળી ન હતી

ચેતન પટેલ/સુરત :સુરતના અડાજણ વિસ્તારમાં મહિલાના મિસિંગની ઘટના બની છે. એક રાષ્ટ્રીયકૃત બેંકની મહિલા કર્મચારી પોતાનું ઘર છોડી ગાયબ થઈ છે. ‘ભગવાનને દુનિયા મેં મેરે લિયે કોઇ જગહ નહિ બનાઈ, દુનિયા છોડ કર જા રહી હું’ એવી ચિઠ્ઠી લખીને મહિલા ગુમ થઈ છે. ત્યારે તેના પરિવાર દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, 31 વર્ષીય રજનીકુમારી અડાજણ અંકુર સોસાયટીમાં નાની બહેન રાની સાથે રહે હતી. આ બંને બહેનો એક રાષ્ટ્રીયકૃત બેંકમાં નોકરી કરે છે. રજનીકુમારી નાનપુરા શાખામાં નોકરી કરે છે. બંને બહેનો મૂળ ઝારખંડની રહેવાસી છે, અને સુરતમાં નોકરી અર્થે રહે છે. ત્યારે 7 જાન્યુઆરીના રોજ સવારે બંને બહેનો એકસાથે નોકરી માટે ઘરેથી નીકળી હતી. પરંતુ રજનીકુમારી બેંકમાં પહોંચી ન હતી. તેથી તેની બેંકના કર્મચારીઓએ તેની નાની બહેન રાનીને આ વિશે પૂછપરછ કરી હતી. રાનીએ રજનીનો સંપર્ક કરતા તેનો ફોન પણ બંધ હતો. 

આ પણ વાંચો : BRTS ના ખાતામાં વધુ એક એક્સિડન્ટનો ઉમેરો, ટાયર ફાટતા બસ થાંભલા સાથે ભટકાઈ

ગભરાયેલી નાની બહેને સુરતમાં અનેક સ્થળે રજનીની શોધ ચલાવી હતી, પણ સાંજ સુધી તે મળી ન હતી. તો તેનો ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો. ત્યારે ઘરે તપાસ કરતા તેને ઘરેથી રજનીનો ફોન અને ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં તેણે લખ્યું હતું કે, ‘મુઝે ઢુંઢનેકી કોશિશ મત કરના, ભગવાનને મેરે લિયે દુનિયામાં કોઇ જગહ નહીં બનાઇ ઇસ લિએ દુનિયા છોડ કર જા રહી હું. રાની તુમસે કોઇ પ્રોબ્લેમ નહીં હૈ મુઝે. love you, sorry.’

આ પણ વાંચો : સુરત : એક વર્ષ બાદ જેલમાંથી છૂટેલા પરેશની હત્યા, નવીને મિત્રો સાથે મળીને જાહેરમાં રહેંસી નાંખ્યો

રાનીએ આ અંગે ઝારખંડમાં રહેતા તેના પરિવારજનોને જાણ કરી હતી. તો તેણે અડાજણ પોલીસમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, રજનીકુમારની ગત માર્ચ 2020માં સગાઈ થઈ હતી. પણ કોઈ કારણોસર તેની સગાઈ તૂટી હતી. જેથી તે સતત તણાવમાં રહેતી હતી. આ કારણે તેને ઘર છોડ્યું હોય તેવું લાગે છે. જોકે, પોલીસ દ્વારા હાલ રજનીની શોધખોળ શરૂ કરાઈ છે. તેનો પરિવાર પણ ઝારખંડથી સુરત આવવા રવાના થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news