ચંદ્રયાનનું નામ વટાવનાર મિતુલનો વધુ એક કાંડ! ઓનલાઈન લેક્ચર પણ લેતા હતા `ભઈ`
મિતુલ ત્રિવેદી એ પોતાને વૈજ્ઞાનિક ગણાવી વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સર્ટિફિકેટ કોર્સ માં ઓનલાઇન લેક્ચર આપ્યા હતા અને 62 લોકોને આ જ કોર્સમાં સર્ટિફિકેટ યુનિવર્સિટી તરફથી આપવામાં આવ્યા હતા.
ચેતન પટેલ/સુરત: ચંદ્રયાન 3ની ડિઝાઇન બનાવી છે તેવું કહી લાઈમ લાઈટમાં આવેલા ફેંક મિતુલ ત્રિવેદીના કારણે હાલ 62 જેટલા લોકોના સર્ટિફિકેટ ને લઇ પણ પ્રશ્નો ઉભા થયા છે કારણ કે મિતુલ ત્રિવેદી એ પોતાને વૈજ્ઞાનિક ગણાવી વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સર્ટિફિકેટ કોર્સ માં ઓનલાઇન લેક્ચર આપ્યા હતા અને 62 લોકોને આ જ કોર્સમાં સર્ટિફિકેટ યુનિવર્સિટી તરફથી આપવામાં આવ્યા હતા. વગર ચોકસાઈ કરી યુનિવર્સિટીએ મિસ્ટર નટવરલાલ મિતુલને આ કોર્સની જવાબદારી આપી દીધી ને હવે કોર્સ કરનાર વિદ્યાર્થીઓ આ સર્ટિફિકેટ ને લઇ માથું ખંજવારતા થયા છે.
અહીં કોઈની ખુરશી સલામત નથી! કદાવર નેતાનું સન્માન પણ ન જાળવ્યું, 2 દિવસમા ખુરશી ખેંચી
પોતાને ઈસરોના સાયન્ટીસ્ટ બતાવનાર મિતુલ ત્રિવેદી આજથી નહીં પરંતુ વર્ષોથી લોકોને બનાવતા આવ્યો છે જેમાંથી ભલભલા શૈક્ષણિક સંસ્થાનો પણ સામેલ છે જેમાંથી એક સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે. માત્ર ચંદ્રયાન ત્રણ જ નહીં મિતુલ ત્રિવેદી એ પોતાને સાયન્ટિસ્ટ બતાવીને ચંદ્રયાન બે વખતે પણ પોતાનો મહત્વનો ભાગ ભજ્યો હોય તે સમયે જણાવ્યું હતું.
અકસ્માતના સમયે મોતના મુખમાંથી તમને બચાવશે 'મિલજાયેગા' સ્ટીકર!જાણો કઈ રીતે કરે છે કામ
એટલું જ નહીં તેને અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાનું પરિચય ઈસરોના સાયન્ટિસ્ટ તરીકે આપ્યો હતો. આ જ કારણ છે કે શૈક્ષણિક સંસ્થાઓ તેમને લેક્ચર અને સેમિનાર માટે બોલાવતા હતા. પરંતુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેનાથી પણ આગળ નીકળી ગઈ છે. કોઈ પણ ચોકસાઈ કર્યા વગર તેણે મિતુલ ત્રિવેદીને સર્ટિફિકેટ કોર્સ કરાવવા માટે આમંત્રણ આપી દીધું હતું.
Ind vs Pak વચ્ચેની મેચમાં કોણ મારશે બાજી? રોહિત શર્માના નિવેદનથી મચી હલચલ
કોર્સની ફી રૂ.600
વીર નર્મદ દક્ષિણ ગુજરાતી યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓને અભ્યાસ આપવા માટે યુનિવર્સિટી તરફથી મિતુલ ત્રિવેદીને 27 જાન્યુઆરી 2022 થી 1 એપ્રિલ 2022 સુધી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન બેચમાં તેઓએ 62 જેટલા વિદ્યાર્થીઓને ઓનલાઈન સર્ટીફીકેટ કોર્સ માટે ભણાવ્યું પણ હતું. પહેલા બેચમાં 41 વિદ્યાર્થીઓ અને બીજા બેચમાં 21 જેટલા વિદ્યાર્થીઓ હતા. આ સર્ટિફિકેટ કોર્સમાં નું નામ સાયન્સ્વેત શાસ્ત્ર હતો. કોર્સની ફી રૂ.600 હતી અને આ સર્ટિફિકેટ કોર્સ 45 દિવસનો હતો. ને બેચના વિદ્યાર્થીઓએ 45 દિવસમાં કોર્સ કર્યું છે અને મિસ્ટર નટવરલાલ ના કારણે તેઓ પણ ઠગાઈ ગયા છે કારણ કે જે લેક્ચરર ને તેઓ સાયન્ટિસ્ટ માની રહ્યા હતા તે ઠગબાજ નીકળ્યો છે.
રાજકોટ એમ્સના પ્રમુખ પદેથી ડૉ. કથીરિયાનું રાજીનામું; સરકારને એકાએક કેમ થયો મોહભંગ?
જીટીયું ને પણ મૂર્ખ બનાવ્યો
ખૂબ જ ગંભીર બાબત છે કે ફિઝિક્સ વિભાગમાં સર્ટિફાઇડ કોર્સની શરૂઆત કરવામાં આવી તેમાં જેને લેક્ચર તરીકે બોલાવવામાં આવ્યા કોઈપણ પ્રકારે ચોકસાઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી નથી જો કોઈ પણ વિદ્યાર્થીને એડમિશન લેવું હોય તો તેને દરેક પ્રકારની પ્રક્રિયાથી પસાર થવું પડતું હોય છે પરંતુ આ વિદ્યાર્થીઓને ભણાવનાર વ્યક્તિ કેટલો ક્વોલીફાઈડ છે તેની ચોકસાઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી નથી માત્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત જ નથી પરંતુ ગુજરાતની પ્રખ્યાત નામ જીટીયુ ને પણ ઠગબાજ મિતુલ ત્રિવેદી એ મૂર્ખ બનાવ્યો હતો.
18 નવેમ્બર વર્ષ 2022 માં ધરોહર સેન્ટર ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ-જીટીયુ દ્વારા ભારત તીર્થ લેક્ચર સિરીઝ આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં મિતુલ ત્રિવેદી એ લેક્ચર આપ્યું હતું આ સેમિનારમાં તેને 'રોકેટ એન્જિનિયર ઇન વેદાસ' વિશે પર લેક્ચર આપી લોકોને મૂર્ખ બનાવ્યો હતો અને ત્યાં પણ પોતાની ઓળખ નાસા અને ઇસરોના સાયન્ટિસ્ટ તરીકે આપી હતી.
ગુજરાતીઓ સાચવજો! ઈ-મેમો ભરવા જતાં ક્યાંક છેતરાઈ ન જતાં, ટ્રાફિક વિભાગે કર્યો ખુલાસો
સમગ્ર મામલે પૂછપરછ કરશે તો અમે સહકાર આપીશું.
સર્ટિફિકેટ કોર્સને લઈ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર કિશોર સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમે યુનિવર્સિટીમાં 300 જેટલા સર્ટીફીકેટ કોર્સની શરૂઆત કરી હતી ત્યારે મિતુલ ત્રિવેદીએ આવીને જણાવ્યું હતું કે તે પોતે વૈજ્ઞાનિક છે અને બાળકોને વિજ્ઞાન અને વેદ અંગે ભણાવવા માંગે છે આ માટે ખાસ સર્ટીફીકેટ કોર્સની વાત પણ કરી હતી અમને વિશ્વાસ હતો કે તે જે રીતે જણાવી રહ્યો છે તે ચોક્કસથી વૈજ્ઞાનિક હોઈ શકે છે પરંતુ કોઈ આટલી હદે ખોટું પડશે એ અમને ખબર નહોતી. પોલીસ જો આ સમગ્ર મામલે પૂછપરછ કરશે તો અમે સહકાર આપીશું.
ગુજરાતના શિક્ષકો માટે મહત્વના સમાચાર; પ્રાથમિક શાળામા વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર
પોલીસે તેને જેલમાં મોકલી આપ્યો
પોતાને માત્ર ઈસરોનો જ નહીં પરંતુ તે નાસાનો પણ સાયન્ટિસ્ટ હોવાનું લોકોને જણાવતો હતો. જે પણ શૈક્ષણિક સંસ્થા માટે જતો હતો ત્યાં જણાવતો હતો કે તે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ ડોક્ટરની ડિગ્રી મેળવી છે. એટલું જ નહીં સમુદ્રની અંદર દ્વારકાની શોધ માટે પણ તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો સદસ્ય છે તે પણ જણાવતો હતો. તેણે 45 જેટલી પ્રાચીન ભાષાઓ આવડતી હોય તેનો પણ તે દાવો કરતો રહ્યો છે. હાલ તેનો બે દિવસનો રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેને જેલમાં મોકલી આપ્યો છે.