Rupala Controversy રાજકોટ : રાજકોટમાં રૂપાલા તો ન હટ્યા, પણ હવે સંકલન સમિતિમાં શરૂ થઈ અંદરો અંદરની લડાઈ શરૂ થઈ ગઈ છે. ક્ષત્રિય આંદોલને માથે લેનાર પી.ટી.જાડેજાએ સંકલન સમિતિ પર અનેક સવાલો ઉઠાવ્યા છે. પી.ટી.જાડેજાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. જેમાં તેઓએ સંકલન સમિતિ ગદ્દાર છે અને રહેવાની તેવુ કહ્યું છે. તેમણે કહ્યું કે, સંકલન સમિતિની ગદ્દારીના મારી પાસે અનેક પુરાવા છે. સંકલન સમિતિએ શેકેલો પાપડ પણ નથી ભાંગ્યો. ત્યારે હવે જાડેજાના આ શબ્દોથી પદ્મિનીબા પીટી જાડેજા પર ભડક્યાં છે. તેમણે કહ્યું કે, આંદોલનની પથારી ફેરવી નાંખી, બીજા સમાજો વચ્ચે આપણે હાંસીપાત્ર બન્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ લોકો શું કરવા માંગે છે તે સમજાતું નથી
પી.ટી.જાડેજાની નારાજગી અને ઓડિયો ક્લિપ મુદ્દે ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાની પ્રતિક્રિયા આવતા સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. પદ્મિનીબા વાળાએ કહ્યું કે, પી.ટી.જાડેજાએ નારાજગી દર્શાવી અને પાછા હટી પણ ગયા. આ લોકો શું કરવા માંગે છે તે સમજાતું નથી. ક્ષત્રિય સમાજને ગુમરાહ કરી રહ્યા છે. સંકલન સમિતિના 4 થી 5 તત્વો કોંગ્રેસ તરફ આંદોલન લઈ ગયા. સંકલન સમિતિના સભ્યો જ અંદરો અંદર ઝઘડી રહ્યા છે તો સમાજનું શું થશે. પી.ટી.જાડેજા માઇક લઈને બોલબોલ કરતા હતા તો હવે કેમ ડરવું જોઈએ. શું કામ ડરો છો?


ગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોત


 


કાળાડિબાંગ વાદળો સાથે ગુજરાતમાં વરસાદની આગાહી : આજે 13 જિલ્લાઓના માથે વરસાદનું સંકટ


સંકલન સમિતિના પાંચ તત્વો પોતાનું ચલાવે છે 
પદ્મીનીબા વાળાએ વધુમાં કહ્યું કે, મને પહેલાથી ખ્યાલ હતો, મને વિશ્વાસ ન હતો, પીટી મામાનું આવ્યુ પાછું પણ ખેંચ્યુ. આમ બોલવાથી સમાજનું ખરાબ લાગી રહ્યું છે. સમાજ સાથે ગદ્દારી કરશો તો પાછું આવવાનું જ છે. સંકલન સમિતિના પાંચ તત્વો નિર્ણય લે છે. તે જ પોતાનું ચલાવે છે. આથી સમાજે વિચારવુ જોઈએ. અંદરો અંદર બાઝ્યા રાખશે તો સમાજનું શુ થશે. આ લોકોને ચુંટણીથી કોઈ લેવા દેવા નથી.


 


ગુજરાતી ખેડૂતે ચમત્કાર કર્યો, ઠંડા પ્રદેશમાં થતા ફળની ખેતી ભરૂચમાં કરી બતાવી