ગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોત
Heart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી
Trending Photos
Surat News : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતમાં સુરત શહેરમાં આફત અને સંકટ જેવી સ્થિતિ બની છે. આ શહેરમાં મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યાં છે. રવિવારે બે મહિલા સહિત 3 લોકોના અચાનક બેભાન મોત નિપજ્યાં છે. ત્રણેયના મોત હાર્ટએટેકથી થયાંની આશંકા છે.
સુરતના રાંદેર-અડાજણ અને કતારગામ વિસ્તારમાં આ ઘટનાઓ બની હતી. છાતીમાં દુ:ખાવો અને પછી મોત ત્રણેયને મોત આવ્યું હતું. શહેરમાં અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અડાજણ, કતારગામ અને રાંદેર વિસ્તારનો બનાવ અન્ય લોકોને ચોંકાવી દે તેવો છે. સુરતના દિવ્યેશને છાતીમાં અચાનક ગભરામણ થવા લાગી હતી.પરિવારજનો તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને સારવાર પહેલા જ મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ સુરેખાબેન નામની મહિલા ઘરે સવારે અચાનક બેભાન થઈ ગયા હતા. તો મુન્નાદેવીને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. ફરજ પરના ડોક્ટરે આ બંનેને પણ મૃત જાહેર કર્યા હતા.
હાર્ટ એટેકના આ સંકેતો ઓળખો
દુનિયાભરમાં થતા મૃત્યુમાં સૌથી વધુ મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોય છે. છેલ્લા કેટલાક સમયથી તો નાની વયના લોકોને પણ હાર્ટ એટેક આવ્યાના અને અચાનક મોત થયાના બનાવ વધી રહ્યા છે. મોટાભાગના લોકો હાર્ટ એટેકને અચાનક થતી ઘટના માને છે પરંતુ હકીકતમાં તો હાર્ટ એટેકની પ્રક્રિયા શરીરની અંદર મહિનાઓ પહેલાથી ચાલતી હોય છે. એટલે કે ઘણા સમય પહેલાથી શરીરમાં એવા ફેરફાર થવા લાગે છે જે સંકેત હોય છે ભવિષ્યમાં હાર્ટ એટેક તરીકે આવનાર જોમખના. જરૂર હોય છે શરીરમાં અનુભવાતા આવા ફેરફારને સમયસર ધ્યાનમાં લઈ અને જરૂરી સારવાર લેવાની. જો સમયસર કેટલાક લક્ષણોને ઓળખી લેવામાં આવે તો વ્યક્તિનો જીવ બચી શકે છે.
હાર્ટ એટેકના કેટલાક લક્ષણો મહિનાઓ પહેલા શરીરમાં જોવા મળે છે. આ લક્ષણો પ્રત્યે બેદરકારી રાખવામાં આવે તો આ ભુલ ભારે પડી શકે છે. આવા લક્ષણોમાંથી એક લક્ષણ છે હાર્ટ એટેક પહેલા શરીરના ઉપરના અંગોમાં દુખાવો. કમરથી ઉપરના કેટલાક અંગમાં હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા દુખાવો રહે છે.
જબડામાં દુખાવો
એક રિપોર્ટ અનુસાર હાર્ટ એટેકના થોડા દિવસો પહેલા જબડા દુખવા લાગે છે. જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે આ દુખાવો અસહ્ય થઈ જાય છે.
ગરદનમાં દુખાવો
હાર્ટ એટેકના શરુઆતી લક્ષણમાં એક ગરદનનો દુખાવો પણ છે. જો તમને ઘણા દિવસથી ગરદનમાં દુખાવો રહેતો હોય તો સમય બગાડ્યા વિના ડોક્ટર પાસે પહોંચી જાવ. ગરદનનો દુખાવો ઘણીવાર સામાન્ય નથી હોતો.
ખભામાં દુખાવો
હૃદયની નજીક હોવાના કારણે હાર્ટ એટેક પહેલા ખભામાં પણ દુખાવાનો અનુભવ થાય છે. ખભામાં જો કારણ વિના અચાનક દુખાવો થાય અને બંધ થઈ જાય તો ડોક્ટર પાસે હાર્ટનું ચેકઅપ કરાવી લેવું.
પીઠમાં દુખાવો
હાર્ટ એટેક પહેલા ઘણા દિવસો સુધી પીઠમાં દુખાવો રહે છે. પરંતુ મોટાભાગના લોકો આ દુખાવાને ગંભીરતાથી લેતા નથી અને પછી પરિણામ ગંભીર આવે છે.
છાતીમાં દુખાવો
હાર્ટ એટેક આવે ત્યારે જ છાતીમાં દુખે એવું નથી. હાર્ટ એટેક આવવાનો હોય તેના દિવસો પહેલા પણ છાતિમાં વારંવાર હળવો દુખાવો રહે છે.
દર 7 મિનિટે એક ગુજરાતીને આવી રહ્યો છે હાર્ટ એટેક
ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે