ઉત્તરગુજરાતના ખ્યાતનામ ગાયકે પકડ્યું આપનું ઝાડું, ભાજપ સામે કર્યો મોટો આક્ષેપ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં આવતા જ તમામ પક્ષો સક્રિય થયા છે. આપ આ વખતે આક્રમક મુડમાં જોવા મળી રહી છે. આપમાં અનેક ખ્યાતનામ હસ્તીઓ પણ તબક્કાવાર જોડાઇ રહ્યા છે. ખ્યાતનામ હસ્તીઓ આપમાં જોડાતા આપ પણ હવે એક મજબુત પક્ષ તરીકે ઉભરી રહ્યું છે. આપ સાથે વધારે બે ખ્યાતનામ હસ્તીઓ જોડાઇ છે.
ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં આવતા જ તમામ પક્ષો સક્રિય થયા છે. આપ આ વખતે આક્રમક મુડમાં જોવા મળી રહી છે. આપમાં અનેક ખ્યાતનામ હસ્તીઓ પણ તબક્કાવાર જોડાઇ રહ્યા છે. ખ્યાતનામ હસ્તીઓ આપમાં જોડાતા આપ પણ હવે એક મજબુત પક્ષ તરીકે ઉભરી રહ્યું છે. આપ સાથે વધારે બે ખ્યાતનામ હસ્તીઓ જોડાઇ છે.
મહિપતસિંહ ચૌહાણ અને વિજય સુંવાળા બંન્ને આપમાં જોડાયા હતા. ઉત્તરગુજરાતનાં ખ્યાતનામ કલાકારોમાં વિજય સુંવાળાની ગણત્રી થાય છે. વિજય સુંવાળા ઉત્તર ગુજરાતમાં મજબુત ફેન ફોલોઇંગ ધરાવે છે. આપમાં જોડાયા બાદ મહિપતસિંહે જણાવ્યું કે, મારી વિચારધારા અને વિઝનમાં જે પાર્ટી ફીટ થાય છે તે આમ આદમી પાર્ટી છે. 2025 પહેલા ગુજરાતના 500 દર્શ ગામ આપવા મારૂ સ્વપ્ન છે. જે હવે આપનું પણ સ્વપ્ન છે. યુવાનો મહત્તમ પ્રમાણમાં આપમાં જોડાય.
વિજય સુંવાળાએ આપમાં જોડાયા બાદ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ જમીન સાથે જોડાયેલા લોકો છે. લોકોનો અવાજ સાંભળે છે. માત્ર લોકોની સેવા માટે જ આ પાર્ટીમાં જોડાયો છું.મારા જોડાયા બાદ મારા ચાહકો પણ મોટા પ્રમાણમાં પાર્ટીમાં જોડાય તેવી મારી અપીલ છે. કોઇએ કંઠી પહેરવી કે સ્વતંત્ર રહીને કામ કરવું તે લોકોએ નક્કી કરવાનું છે. હું આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પણ સ્વતંત્રતા અનુભવું છું.
આ અંગે ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીમાં સારા લોકો જોડાઇ રહ્યા છે જે આનંદની વાત છે. ગુજરાતમાં સારી ઇમાનદાર પાર્ટીને લોકો આવકારી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી રાજકારણ કરવા નહી રાજકારણ બદલવા માટે આવી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી નિસ્વાર્થ ભાવે લોકોને સેવા કરવા માંગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube