સુરત : શતાયુ લેખક નગીનદાસ સંઘવીનું રવિવારે અવસાન થતા આજે તેમના અંતિમ સંસ્કાર રાખવામાં આવ્યા હતા. કામરેજ નજીક આવેલા અંબોલી ગામના સ્મશાન ગૃહમાં તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. ખુબ જ નજીકનાં સગા સંબંધીઓની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર સમયે તેમની બંન્ને દીકરી, દૌહિત્ર અને નજીકનાં મિત્રો તથા પરિવારનાં ગણત્રીનાં લોકોને જ હાજર રાખવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16-17 જુલાઈએ રાજ્યના આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

અંતિમ યાત્રા સવારે સાત વાગ્યે બુરહાની હોસ્પિટલ, મહિધરપુરા જીપીઓની સામેથી નિકળીને અંબોલી સ્મશાનગૃહ પહોંચી હતી. જ્યાં તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિધરપુરાની બુરહાની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ બપોરે 3.30 વાગ્યે તેમનું મોત નિપજ્યું હતું. 


ABVPનું અનોખુ વિરોધ પ્રદર્શન, ગુજરાત યુનિ. તંત્રની નનામી કાઢી, કાર્યકરોની થઈ અટકાયત

નગીનદાસ સંઘવીનો જન્મ 10, માર્ચ 1920નાં રોજ ભાવનગર ખાતે થયો હતો. તેઓએ ભાવનગરની ખ્યાતનાક શામળદાસ કોલેજમાં BA કર્યું હતું. અભિયાસ દરમિયાન તેમણે સરદાર પટેલથી પ્રભાવિત હતા. 1951થી 1980 સુધી તેમણે પ્રાધ્યાપક તરીકે 3 કોલેજોમાં સેવા આપી હતી. જ્યારે 1944માં તેમને જાહેર ખબરની એક એજન્સીમાં 30 રૂપિયા પગારે ટાઇપિસ્ટની નોકરીથી શરૂઆત કરી. વીમા એજન્ટ તરીકે પણ કામ કર્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube