ઝી બ્યુરો/ગાંધીનગર: બનાસકાંઠાના દિયોદર ખાતે અટલ ભુજલ યોજનામાં કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્યના સમર્થકે ખેડૂત અગ્રણીને લાફો માર્યો હતો. આ ઘટના દિવસેને દિવસે ઉગ્ર બની રહી હતી, ત્યારે ખેડૂતોની ન્યાય યાત્રા અંગે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. સીએમ સાથે બેઠક કર્યા બાદ ખેડૂતોએ આંદોલન પુરું કરવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, ખેડૂતોની ન્યાય યાત્રા અંતર્ગત ખેડૂત આગેવાનોને આજે મુખ્યમંત્રી સાથે વાતચીત કરવા બોલાવ્યા હતા. ત્યારબાદ આ આંદોલન વિશે સકારાત્મક સમાચાર મળી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની 'અતિભારે' આગાહી: આગામી 24 કલાકમાં આ 7 જિલ્લામાં મેઘરાજા મંડાશે


આ વિશે મળતી માહિતી પ્રમાણે, ખેડૂતોનું આંદોલન હાલ પૂરું કરવાની જાહેરાત તો કરી દીધી છે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં અમને સંતોષ થયો છે અને અમારી તમામ માગણીઓ ઉપર સુધી પહોંચાડવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે. સરકારે વિશ્વાસ આપ્યો છે જે થતું હશે એ કરવામાં આવશે. પોલીસ તંત્રએ જવાબ આપ્યો છે કે બનાસકાંઠા સિવાયના બારના જિલ્લાના પોલીસ અધિકારીઓ પાસે સમગ્ર કેસની તપાસ કરાવવામાં આવશે. અત્યારે આંદોલન સમિતિ છીએ પણ જો ભવિષ્યમાં ન્યાય નહીં મળે તો ફરતી આંદોલન કરીશું. અમારી પર હુમલો કર્યો હતો એ ધારાસભ્યના ઇશારે કરવામાં આવ્યો હતો એટલે એમનું રાજીનામુ લેવામાં આવે એ પ્રકારની અમારી માગણી છે. આ આંદોલનમાં રાકેશ ટિકેટ અમારા નેતા છે, એ આંદોલનમાં આવવાના હતા. 18 તારીખે આવવાના હતા. મુખ્યમંત્રીએ બે દિવસ પહેલા અમારી વાત સાંભળી છે.


મોદી કેબિનેટનો મોટો નિર્ણય, વિશ્વકર્મા યોજના અને પીએમ ઈ-બસ સેવાને લીલીઝંડી


નોંધનીય છે કે, ખેડૂતોએ ધારાસભ્યના રાજીનામાની માંગ સાથે ગાંધીનગર સુધી ન્યાયયાત્રા શરૂ કરી હતી. આ યાત્રા આજે છઠ્ઠા દિવસે મહેસાણાના ગોઝારીયા ખાતે પહોંચી છે. જોકે, અહીં પોલીસ કાફલો ખડકી દેવાતા ખેડૂત અગ્રણીએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ મામલો સંભાળતા ખેડૂત આગેવાનોને બોલાવ્યા હતા.


સરહદથી આવી રહ્યું છે મોટુ સંકટ : બનાસકાંઠામાં હવે તીડ આવશે તો અમે બરબાદ થઈ જઈશું


શું હતો મામલો
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં 7મી ઓગસ્ટે અટલ ભૂજળ જળ યોજના અંતગર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને અધિકારીઓની હાજરીમાં ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીએ દિયોદરના ખેડૂતોની સમસ્યાના સવાલો કર્યા હતા. આ કાર્યક્રમ પૂરો થયા બાદ અમરજી ઠાકોર નામની એક વ્યક્તિએ અમરાભાઈ ચૌધરીને જાહેરમાં બે લાફા ઝીંકી દીધા હતા.


દોસ્ત દોસ્ત ના રહા! એક યુવતી સાથે ફ્રેન્ડશીપના ચક્કરમાં બે મિત્રો વચ્ચે ખેલાયો ખૂની


જેનો વીડિયો પણ સોશિયલ મીડિયમાં વાઇરલ થયો હતો. આ મામલે અમરાભાઈએ આક્ષેપ લગાવ્યો હતો કે ધારાસભ્યના સમર્થકે તેમના પર હુમલો કર્યો હતો, જે બાદ હુમલો કરનારી વ્યક્તિ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અમરત ઠાકોર સામે ફરિયાદ નોંધાતાં પોલીસે તેની ધરપકડ કરી હતી, જોકે તેને જામીન મળી ગયા છે.


અંગત અદાવતમાં યુવકની કરપીણ હત્યા! 4 શખસે આડેધડ છરીના ઘા ઝીંકી પતાવી દીધો, તંગદિલી