તસ્કરો એવી વસ્તું ચોરી ગયા કે ખેડૂતોને થયું કરોડો રૂપિયાનું નુકસાન !
તસ્કરોના પાપે જગતના તાતને નુકસાન થઇ રહ્યું છે. છેલ્લા ત્રણ વરસથી તસ્કરો વીજપોલ પરથી જીવંત વાયરોની ચોરી કરી જતા માંગરોળ તાલુકાના પાંચ ગામોની સીમમાં વીજળી ડુલ થઇ ગઇ છે. જેના કારણે ખેડૂતોની ૨૦૦ હેક્ટર જમીનમાં ભારે નુકશાન થવા પામ્યું છે. જ્યારે વિજ કંપનીઓને આ અંગે રજુઆત કરે છે તો વિજ કંપની ખેડૂતોને ચોરોને પકડવા માટે કહે છે.
કિરણસિંહ ગોહીલ/અમદાવાદ : તસ્કરોના પાપે જગતના તાતને નુકસાન થઇ રહ્યું છે. છેલ્લા ત્રણ વરસથી તસ્કરો વીજપોલ પરથી જીવંત વાયરોની ચોરી કરી જતા માંગરોળ તાલુકાના પાંચ ગામોની સીમમાં વીજળી ડુલ થઇ ગઇ છે. જેના કારણે ખેડૂતોની ૨૦૦ હેક્ટર જમીનમાં ભારે નુકશાન થવા પામ્યું છે. જ્યારે વિજ કંપનીઓને આ અંગે રજુઆત કરે છે તો વિજ કંપની ખેડૂતોને ચોરોને પકડવા માટે કહે છે.
નંદિતાની બેગમાંથી મળી આવી ચોંકાવનારી વસ્તું, પોલીસે લેવી પડી FSLની મદદ
ચાલુ વરસે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ અને કમોસમી વરસાદના પગલે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ભારે નુકશાન અને પાયમાલ થયા છે. જો કે સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના ઝાખરડા, દેગડિયા, ડુંગરી, બોરસદ, વસરાવી, ગામના ખેડૂતો કુદરતી આફતને લઈને પાયમાલ થયા નથી, પરંતુ તેઓ તસ્કરોના પાપે નુકસાની ભોગવી રહ્યા છે. વાત જાણે એમ છે કે માંગરોળના ઝાખરડા ગામની સીમમાંથી પસાર થતી એગ્રીકલ્ચર કલ્ચરની લાઈનના જીવંત વાયરો તસ્કરો રાતના અંધારામાં કાપી ચોરી કરી જાય છે. આ આજકાલનું નહી પરંતુ છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી ચાલે છે. જેના કારણે પાંચ ગામની સીમને વીજળી નથી મળતી. જેની સીધી નુકશાની પાંચ ગામના ખેડૂતો ઉઠાવી રહ્યા છે.
અમદાવાદ નવી દિલ્હીના રસ્તે: વાયુપ્રદૂષણ ચિંતાજનક સપાટીએ, તંત્રની ઉંગ હરામ થઇ
નિત્યાનંદ કેસની તપાસ માટે SIT ની રચના: પોલીસ સગીરોને સાથે રાખી તપાસ કરી
ખેડૂતો વીજકંપનીના માંગરોળ સબ ડીવીઝનના અધિકારીઓને લેખિત, મોખિક રજૂઆત કરી થાકી ગયા છે. જો કે વીજ કંપનીના અધિકારીઓ નવા વીજવાયરો નાખતા નથી. ઉપરાંત રજુઆત કરનારા ખેડૂતોની તેમ કહીને ઝાટકણી કાઢી છે કે ચોરને પકડી પાડો. હાલ તો વીજળી નહી મળવાનાં કારણે પાંચ ગામોમાં ઘઉં અને શેરડીનો ઉભો પાક બરબાદ થઇ ગયો છે. તો બીજી તરફ વીજળીના અભાવે ખેડૂતો ઓક્ટોબર મહિનામાં શેરડી રોપવાની હોય છે. વીજળી વગર પાણી નહી હોવાથી ખેડૂતો શેરડીની વાવણી કરી શક્ય નથી. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે.
વીજ કંપનીના સરકારી બાબુ પોતાની જવાબદારી નિભાવવાના બદલે ખેડૂતો પર થીક્ડું ફોડી રહ્યા છે અને વીજ વાયરો ની ચોરી અટકાવવા ખેડૂતોને ધ્યાન રાખવા કહે છે. ત્યારે સવાલ એ થાય કે ખેડૂતો ખેતી કરે કે વીજ વાયરોની ચોરી અટકાવવા રાત્રે ઉજાગરા કરે. આ કામ વીજકંપની અને પોલીસનું છે. વીજ કંપની લાલીયાવાડી માટે હમેશા જાણીતી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube