નંદિતાની બેગમાંથી મળી આવી ચોંકાવનારી વસ્તું, પોલીસે લેવી પડી FSLની મદદ
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ : હીરાપુર ગામમાં સ્વામી નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખી તેમની પાસે બાળ મજૂરી કરાવવા મામલે હવે તંત્ર હરકતમાં આવ્યું છે. સ્વામી નિત્યાનંદ અને હીરાપુર આશ્રમની બે સેવિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વા સામે અપહરણ, માર મારવો અને બાળ મજૂરીના કાયદા હેઠળ ગુનો વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ. આ અનુસંધાને પોલીસ દ્વારા આજે તપાસ હાથ ધરવામાં આવી હતી.
સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ નામના આશ્રમમાં તામલીનાડુના એક પરિવારનાં ચાર બાળકોને ગોંધી રાખવામામલે શુક્રવાર રાતથી હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થયો હતો. આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ સ્વામી નિત્યાનંદ અને હીરાપુર આશ્રમની બે સેવિકાઓ સામે ગુમ થનાર યુવતીના પિતાએ વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવ્યા બાદ પોલીસ એકશનમાં આવી હતી. આજે સવારથી જ પોલીસે આશ્રમ પર ધામા નાખ્યા હતા અને પીડિત પરિવારને સાથે રાખીને આશ્રમ પર પંચનામું કર્યું હતું. આશ્રમમાં રહેતા કેટલાક લોકોના નિવેદન પણ નોધ્યા હતા.
આ ઉપરાંત પોલિસ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આશ્રમ પાસે આવેલા પુષ્પક સિટીમાં પણ તપાસ અર્થે પોહચી હતી. જ્યાં બાળકીઓને ગોંધી રાખવામાં આવતી હોવાનો આક્ષેપ છે તે બંગલા નંબર ૧૦૭ માં પણ તપાસ કરી હતી. આ બંગ્લામાં સ્વામી નિત્યાનંદ આશ્રમની બે સેવિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વા સહીત એક અન્ય સાધકને સાથે રાખીને પુછપરછ અને તપાસ કરવામાં આવી હતી. પોલીસને આ બંગલામાંથી ગુમ થનાર નંદિતાની એક બેગ મળી આવી છે. જેમાં નંદિતાના કપડા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આ બેગ એફએસએલમાં મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે