નિત્યાનંદ કેસની તપાસ માટે SIT ની રચના: પોલીસ સગીરોને સાથે રાખી તપાસ કરી
અમદાવાદ (Ahmedabad) ના નિત્યાનંદ (Nithyananda) આશ્રમ વિવાદ માં અંતે પરિવારે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ગોંધી રાખવાની ફરિયાદ નોંધાવી છે
Trending Photos
અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) ના નિત્યાનંદ (Nithyananda) આશ્રમ વિવાદ માં અંતે પરિવારે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ગોંધી રાખવાની ફરિયાદ નોંધાવી છે. બે સગીર બાળકી સાથે ગેરવર્તણૂંક અને શોષણ અંગે FIR નોંધવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. નંદિતા ઉપરાંત તત્વપ્રિયા નામની મોટી યુવતી ગુમ થવા અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બે સગીરાઓ ગુમ (Missing) થવા અંગે બે અલગ અલગ ફરિયાદ અને અરજી દાખલ કરવામાં આવી છે. નિત્યાનંદ અને આશ્રમની સંચાલિકા સામે ફરિયાદનાં મુદ્દે તપાસ કરવા માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. જેમાં 4 DYSP, 2 PI, 2 PSI, 2 જમાદાર અને 1 પોલીસ કોનસ્ટેબલની ટીમ બનાવવામાં આવી છે. આ ઉપરાંત આ એસઆઇટીમાં એક મહિલા અધિકારી પણ હશે.
પોલીસ આશ્રમમાંથી મળેલા બંન્ને બાળકોને લઇને પુષ્પક સિટી તપાસ માટે પહોંચી છે. માતા અને બે સગીર બાળકોને રાખીને પુષ્પક સીટીમાં તપાસ કરવામા આવી રહી છે. પુષ્પક સીટીના મકાન નંબર 107માં ત્રણ અઠવાડીયા સુધી ગોંધી રાખવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં પણ ઉલ્લેક છે. ફરિયાદમાં કરાયેલા દાવા અનુસંધાને તપાસ કરવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી. કાયદેસરની કાર્યવાહીના અનુસંધાને પંચનામા સહિતની કાર્યવાહી કરવા માટે સગીર બાળકોને પણ ઘટના સ્થળે હાજર રાખવામાં આવ્યા.
પોલીસ તપાસે બંન્ને સગીરોને સાથે રાખીને તપાસ હાથ ધરી છે. પોલીસને પુષ્પક સિટીમાંથી ગુમ થયેલી નંદિતાના કપડાની બેગ મળી આવી છે. બંગમાં નંદિતાના કપડા હોવાનું પણ પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. આ કપડાને તપાસ અર્થે એફએસએલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત સોસાયટીનાં રજીસ્ટરમાં પણ નંદિતાના નામની એન્ટ્રી મળી આવી છે. જેમાં દિવાળીનાં દિવસે તે સોસાયટીમાં આવી હોવાનો ઉલ્લેખ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે